રાણાવાવમાં ઇંગ્લીશ શરાબનો જથ્થો પકડાયો

ડો.રવિ મોહન સૈની દ્વારા જિલ્લામા પ્રોહી/જુગારની બદી નાબુદ કરવા ખાસ સુચના કરેલ હોય જે અનુસંધાને પોરબંદર એલસીબી પીઆઇ કે.આઇ.જાડેજાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એન.એમ.ગઢવીનાઓ પો.સ્ટાફ સાથે પોરબંદર શહેર વિસ્તારમા નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન હે.કો. સલીમભાઇ પઠાણને મળેલ ચોકકસ હકિકત આધારે રાણાવાવના આદીત્યાણા જીંજરકા એરીયામાં, બાવળની કાંટમાં ભારતીય બનાવટના ઇગ્લીશ દારૂની હેરાફેરી કરતા આરોપી(1) ભીમા હિરાભાઇ મકવાણા, ઉ.વ-30, રહે, આદિત્યાણા, તા.રાણાવાવ જી.પોરબંદરવાળાના કબ્જામાથી ગે.કા ભારતીય બનાવટની મેકડોવેલ્સ નં.1, 750 એમ.એલ.ની બોટલો નંગ-16, કિ.રૂા. 6,000/- તથા એપીસોડ કલાસીક વ્હીચ્કી 750 એમ.એલ. બોટલો નંગ-24, કિ.રૂા. 7,200/- તથા મો.ફોન-01, કિ.રૂા.500/- મળી કુલ રૂા. 13,700/-નો મુદામાલ રાખી મળી પકડાઇ જઇ અને સદર દારૂનો જથ્થો આરોપી નં.(2) નહી પકડાયેલ ખીમાભાઇ મેસુરભાઇ રબારી રહે. પાસ્તરડી તા. ભાણવડ જી. દેવભુમી દ્વારકાનાઓ પાસેથી વેચાણ લાવી એકબીજાને મદદગારી કરી ગુન્હો કરેલ હોય જેથી રાણાવાવ પોલીસ સ્ટેશનમા ગુન્હા રજીસ્ટર કરાવેલ છે.

કામગીરી કરનાર :-આ કામગીરીમા પોરબંદર એલસીબી પીએસઆઇ એન.એમ.ગઢવી તથા એએસઆઇ રમેશભાઇ જાદવ, બટુકભાઇ વિંઝુડા, તથા હે.કો. સલીમ પઠાણ, રવિભાઇ ચાઉ, ગોવિંદભાઇ મકવાણા, સુરેશભાઇ નકુમ પો.કો.દિલીપભાઇ મોઢવાડીયા, વિગેરે રોકાયેલ હતા.