“ પોલીસ” પ્લેટથી રોફ જમાવતા ઇસમ ઉપર બોટાદ પોલીસ ટીમની લાલ આંખ

ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહા નીરીક્ષકશ્રી અશોક કુમાર સાહેબ તથા *બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી હર્ષદ મહેતા સાહેબ નાઓએ “પોલીસ” ના નામ કલર વાળી પ્લેટૉ, ચિન્હો પોતાના ફોર વ્હિલ વાહનો માં રાખી જનતા ઉપર રોફ જમાવતા લોકો ઉપર નજર રાખવા અને આવી બદી નાબુદ કરવા આપેલ સુચના અન્વયે નાયબ પોલીસ અધિક્ષકશ્રી રાજદિપસિંહ નકુમ સાહેબના માર્ગદર્શન મુજબ બોટાદ પો.સ્ટે ના પોલીસ ઇન્સપેકટર શ્રી એચ.આર.ગોસ્વામી તેમજ પોલીસ સ્ટાફના માણસોએ બોટાદ શહેરના અળવ રોડ રેલ્વે ફાટક નજીક એક ઇકો ફોરવ્હિલ ગાડીના બોનેટ પર રાખેલ લાલ અને બ્લુ કલરની “પોલીસ” લખેલ પ્લેટ વાળી ગાડી ઉપર શંકા જતા તે ગાડીને ચેક કરતા તેમા બેઠેલ ઇસમ પારસભાઇ બીપીનભાઇ ઘાટલીયા રહે.ચૂડા બસ સ્ટેન્ડ પાસે જી.સુરેંન્દ્રનગર વાળો મળી આવતા તેની પુછપરછ કરતા પોતે રાજ્ય સેવક ન હોવા છતા રાજ્ય સેવકનો હોદ્દો ધારણ કરવાના હેતુથી ગાડીમાં “પોલીસ” લખેલ પ્લેટ લગાડી મળી આવતા તેની વિરૂધ્ધ બોટાદ પોલીસ સ્ટેશન ગુ.ર.નં ૨૨૯૬/૨૦૨૦ ઇ.પી.કો કલમ ૧૭૦,૧૭૧,૨૭૯ તથા એમ.વી.એક્ટ કલમ ૧૭૭,૧૮૪ મુજબ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહિ હાથ ધરવામાં આવેલ છે. અને જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે “ પોલીસ ” લખેલ પ્લેટનો પોતાના વાહનોમાં ખોટી રીતે ઉપયોગ કરવો નહિ. અન્યથા કાયદેસરની કાર્યવાહિ કરવામાં આવશે.

રિપોર્ટ. ઉમેશ ગોરાહવા
બોટાદ, બરવાળા