અમદાવાદના વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી શ્રાવણિયા શકુનિઓ ઝડપાયા


અમદાવાદ : મે. આઇ.જી.પી.સાહેબ શ્રી અમદાવાદ વિભાગ અમદાવાદ તથા મે.જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી વિરેન્દ્રસિંગ યાદવ સાહેબ અમદાવાદ ગ્રામ્ય નાઓની સુચના,તથા મે. નાયબ પોલીસ અધિક્ષકશ્રી કે.ટી.કામરીયા સાહેબ સાણંદ વિભાગ, સાણંદ નાઓના માર્ગદર્શન હેઠળ પો.સ્ટે વિસ્તારમાં શ્રાવણ માસ નિમીતે જુગાર અંગેના વધુમાં કેશો શોધી કાઢવા સારૂ અમો આર.બી.રાણા પો.સબ.ઇન્સ આર.બી.રાણા પો.સબ.ઇન્સ તથા સ્ટાફના માણસો સાથે પો.સ્ટે. વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગી રાહે હકીકત મળેલ કે, મોજે હીરાપુર ગામે રામાપીરના મંદીરની પાસે ખુલ્લી જગ્યામાં સ્ટ્રીટ લાઇટના અજવાળે કેટલાક ઇસમો પૈસા પાનાથી હારજીતનો તીન પત્તીનો જુગાર રમી/રમાડે છે જે હકિકત આધારે પંચો રૂબરૂ રેઇડ કરી (૧) નદુભાઇ ઉર્ફે નદો મનસુખભાઇ રાવળ (૨) દિનેશભાઇ મેલાભાઇ ઠાકોર (૩) વિજયભાઇ ઉર્ફે કાનજી રમેશભાઇ ઠાકોર (૪) મહેશભાઇ ઉર્ફે મુહો દિનેશભાઇ ઠાકોર (૫) ચીરાગભાઇ ઉર્ફે લારો રશીકભાઇ રાવળ તમામ રહે. હીરાપુર ગામ, તા.દસ્ક્રોઇ જી.અમદાવાદ નાઓ કુલ રોકડ રૂપીયા ૧૧,૪૦૦/- તથા મો.ફો નંગ. ૨ કિ.રૂ. ૨૦૦૦/- મળી કુલ રૂ.૧૩,૪૦૦/- ના મુદ્દામાલ સાથે આરોપીઓ પકડાઇ જતા તમામ મુદ્દામાલ તપાસ અર્થે કબ્જે કરેલ છે વિવેકાનંદ નગર પો.સ્ટે. મા જુગાર ધારા કલમ ૧૨ મુજબ ગુન્હો રજી. કરી કાયદેસર કાર્યવાહી કરેલ છે.
રિપોર્ટર:ગોહેલ સોહીલ કુમાર