શ્રાવણીયો જુગાર રમતા જુગારીઓને પકડી પાડી રોકડ રૂપિયા ૧૧,૧૫૦/- નો મુદૃામાલ હસ્તગત કરતી ચાંગોદર પોલીસ

અમદાવાદ:મે.આઇ.જી.પી. સાહેબી શ્રી અમદાવાદ વિભાગ, અમદાવાદ તથા મે.પોલીસ અધિક્ષક સાહેબ અમદાવાદ ગ્રામ્ય, અમદાવાદ નાઓએ શ્રાવણીયા માસમા ચાલતી જુગાર રમવાની પ્રવૃતી શોધી કાઢી કેશો કરવા સુચના કરેલી હોઇ જે આધારે ના.પો. અધિ. સા. શ્રી કે.ટી.કામરીયા સાહેબ સાણંદ વિભાગ, સાણંદ નાઓના માર્ગદર્શન અનુસાર પો.ઇન્સ. શ્રી વી.ડી.મંડોરા નાઓએ તાબાના માણસોને જુગારની પ્રવૃતી શોધી કાઢવા સુચના કરેલી હોઇ જેથી પો.કો. પ્રવિણસિંહ બળવંતસિંહ ઓને મળેલી બાતમી આધારે એ.એસ.આઇ. મયુરદાન ભરતદાન તથા એ.એસ.આઇ. મહિપતસિંહ લક્ષ્મણસિંહ તથા પો.કો. દિગંતકુમાર મુળજીભાઇ તથા પો.કો. જીતેન્દ્રકુમાર કાળુભાઇ તથા પો.કો. સુપ્રિયકુમાર મનુભાઇ નાઓ સાથે રેઇડ કરી મોજે ચાચરાવાડી વાસણા ગામ વણકરવાસ બુટ ભવાની માતાના મંદિરના ખુલ્લા આંગણામાં પૈસા પાના વડે તીન પત્તીનો હાર જીતનો જુગાર રમી રમાડી કુલ ૭ જુગારીઓ (૧) નટવરભાઇ અરજણભાઇ જાતે ચૌહાણ તથા (૨) હેમંતભાઇ પુંજાભાઇ જાતે ચૌહાણ તથા (૩) વિપુલભાઇ વિનોદભાઇ જાતે ચૌહાણ તથા (૪) હર્ષદભાઇ લાખાભાઇ જાતે ચૌહાણ તથા (૫) લલીતભાઇ મફાભાઇ જાતે ચૌહાણ તથા (૬) ગીરીશકુમાર મહેન્દ્રભાઇ જાતે ચૌહાણ (૭) બકુલભાઇ મોહનભાઇ જાતે સોલંકી રહે. આ.નં. ૧ થી ૬ રહે. ચાચરાવાડી વાસણા ગામ વણકરવાસ તા.સાણંદ જી.અમદાવાદ તથા આ.નં. ૭ નારણનગર સોસા. નળસરોવર રોડ સાણંદ તા.સાણંદ જી.અમદાવાદ વાળાને પકડી અંગ ઝડતી કરતા તથા દાવ ઉપરની રોકડ રકમ મળી કુલ રૂ. ૧૧,૧૫૦/- ના મુદૃામાલ સાથે પકડી તમામ ઇસમો વિરૂધ્ધમાં ચાંગોદર પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૧૧૯૨૦૧૫૨૦૦૭૧૧/૨૦૨૦ જુગાર ધારા કલમ ૧૨ તથા ઇ.પી.કો. કલમ ૧૮૮ મુજબ ગુનો રજી. કરી આગળની તપાસ હાથ ધરેલ છે.

રિપોર્ટર:ગોહેલ સોહીલ કુમાર