રાજકોટમાં પોલીસની ‘સુરક્ષિતા એપ’ ને મળ્યો રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ


રાજકોટ શહેર પોલીસ મનોજ અગ્રવાલ દ્વારા રાજકોટ શહેરની મહિલાઓ સુરક્ષિત રહે તે હેતુથી ‘સુરક્ષિતા એપ’ બનાવવામાં આવી છે.આ એપનું ડિસેમ્બર ૨૦૧૯માં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના ધર્મપત્ની અંજલીબેન રૂપાણીના હસ્તે લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. મહિલાઓ માટેની સુરક્ષિતા એપને દિલ્હી ખાતે સમગ્ર ભારતના ૫૦૦ પ્રતિસ્પર્ધીઓ વચ્ચે નિર્ભયા દિવસના રોજ સિલ્વર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
રીપોર્ટર:-રવિ લખાણી રાજકોટ.