અમદાવાદ ગ્રામ્ય એલ.સી.બી દ્વારા ૭ શકુનિઓને કુલ રૂપિયા ૭૩,૨૦૦/- સાથે ઝડપી પાડયા

અમદાવાદ:અમદાવાદ ગ્રામ્ય એલ.સી.બી એ પોતાના બાતમીદારો કાર્યરત કરેલ હતા તેના ફળસ્વરૂપે પોલીસ કોન્સ્ટેબલ વિપુલભાઈ પટેલ ને બાતમી મળતા ધનવાડા ગામમાં કિરણભાઈ દશરથભાઈ કોળી પટેલ ના બંધ ની પોળ તરીકે ઓળખાતી ધનવાડા ગામની સીમ ના ખેતરમાં આવેલ બોરની ઓરડીની બહાર ના ભાગે ખુલ્લામાં જુગાર રમાડતા હતા ત્યાં રેઇડ કરતા કુલ રકમ રૂપિયા ૭૩,૨૦૦/-સાથે કુલ ૭ ઈસમોને ઝડપી પાડેલ છે.

પકડાયેલા આરોપીઓના નામ:-

૧) લાલાભાઇ હિંદુ ભાઈ ભરવાડ રહે. હાલ- એ/૧૩, દેવવિવાન સોસાયટી ધોળકા તા.ધોળકા જિ. અમદાવાદ

૨) ચિરાગભાઈ ખોડાભાઈ ભરવાડ રહે. ધનવાડા તા.બાવળા જિ.અમદાવાદ

૩) હર્ષદભાઈ ચતુરભાઈ પરમાર (વણકર)રહે. ધનવાડા તા.બાવળા જિ.અમદાવાદ

૪) દિવ્યાંગ ભાઈ નારાયણભાઈ ઠક્કર રહે. હાલ-૩૦, આદિત્ય રેસીડેન્સી ધોળકા તા.ધોળકા જી.અમદાવાદ

૫) દશરથભાઈ માતમ ભાઈ ભરવાડ રહે. ધનવાડા તા.બાવળા જિ.અમદાવાદ

૬) પ્રમોદભાઈ વિજયભાઈ જાદવ (વણકર) રહે. ધનવાડા તા.બાવળા જિ.અમદાવાદ

૭) તખાભાઇ દેવાભાઈ જાદવ(વણકર) રહે. ધનવાડા તા.બાવળા જિ.અમદાવાદ

      આ કામગીરી કરવામાં એલ.સી.બીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી.એન પટેલ સાહેબ, હેડ કોન્સ્ટેબલ દિલીપસિંહ પરમાર, પોલીસ કોન્સ્ટેબલ ભારતસિંહ ગોળ, વિપુલકુમાર પટેલ યુવરાજ સિંહ ડાભી અને અજય ભાઈ બોરીયા વગેરે જોડાયા હતા.

રિપોર્ટર:ગોહેલ સોહીલ કુમાર