ધારીનાં ડાંગાવદરમાં શિક્ષીત યુવતીની ઝેર ખાઇ આત્મહત્યા
ધારી તાલુકાના ડાંગાવદર ગામે રહેતી આરતીબેન મનુભાઈ બલદાણીયા નામની 24 વર્ષીય યુવતીએ એમ.કોમ સુધીનો અભ્યાસ કરેલ હોય, હાલ તેણી વિવિધ સરકારી નોકરી માટે ફોર્મ ભરતા હોય, અને તે માટેની તૈયારી ચાલુ હોય, ત્યારે તેણીના માતા-પિતાએ ઘરકામ શીખવા માટે કહેતા આ યુવતીને લાગી આવતા ઝેરી દવા પી લેતા તેણીનું મૃત્યુ નિપજયાનું ધારી પોલીસમાં જાહેર થવા પામેલ છે.