૧,૩૦,૦૦૦/- ના કુલ મુદ્દામાલ સાથે ચાર ચોરોને પકડી પાડતી અસલાલી પોલીસ

અમદાવાદ:અસલાલી પોલીસ સ્ટેશનના ત્રણ ઘરફોડ ચોરીના ગુન્હાઓ તથા અન્ય ત્રણ વાહન ચોરીના ગુન્હાઓ મળી કુલ-૬(છ) ચોરીઓના ભેદ ઉકેલી કુલ ચોરીમાં ગયેલ ઘરફોડીયા તેમજ વાહન ચોરોને પકડી  ૬ (છ) ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી  કુલ ચોરીમાં ગયેલ તમામ રૂ.૧,૩૦,૦૦૦/- નો મુદ્દામલ રીકવર કરી ચાર રીઢા ચોરોને પકડી ટુંકા સમયમાં જ ઘરફોડ ચોરી તથા વાહનચદરીની ગેંગને પકડીને ચોરીનો ભેદ ઉકેલતી અસલાલી પોલીસ ટીમ, અમદાવાદ ગ્રામ્ય જીલ્લા પોલીસ મહે.આઇ.જી.પી.સા.શ્રી અમદાવાદ રેન્જ તથા અમદાવાદ ગ્રામ્ય પોલીસ અઘિક્ષકશ્રી વિરેન્દ્રસિંઘ યાદવ સાહેબ નાઓએ ચાર્જ લેતાની સાથે જ મિલ્કત સંબંઘી બનાવો બનતા અટકાવવા તેમજ શોઘી કાઢવા માટે અસરકારક કામગીરી કરવા કડક સુચના કરેલ જેના આઘારે નાયબ પોલીસ અઘિક્ષકશ્રી કે.ટી.કામરીયા સાહેબ તથા અમો પોલીસ ઇન્સપેકટરશ્રી આર.ડી.સગર નાઓએ તાજેતરમાં બારેજા ખાતે બનવા પામેલ ચોરીના બનાવોને શોધી કાઢવા સારુ બારેજા બીટના પો.સ.ઇ.શ્રી આર.ડી.સાંબડ નાઓને જરુરી માર્ગદર્શન આપી મોટીવેશન કરેલ.

      જે આઘારે પો.સ.ઇ.શ્રી સાંબડ તથા બારેજા બીટના માણસોની તેમજ અન્ય પોલીસના  માણસોની જુદીજુદી ટીમો બનાવી આયોજનબધ્ધ રીતે તાજેતરમાં દાખલ થયેલ ગુનાઓની તપાસ શરુ કરેલ અને જેમાં અગાઉ ભુતકાળમાં પકડાયેલ વ્યકિતઓની તેમજ આવા ગુનાઓ કરવાવાળા શકમંદોની તપાસ કરતાં હતા તે દરમ્યાન ખાનગી બાતમીદારોથી ગુન્હાની તપાસ શરૂ કરેલ તે દરમ્યાન આ ગુન્હાઓની તપાસ કરતા પો.સ.ઇ.શ્રી આર.ડી.સાંબડ તથા ટીમને મળેલ હકિકત આધારે અગાઉ ઘોળકા ટાઉન પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં પકડાયેલ કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર (સગીર વયનો હોય નામ જણાવેલ નથી) નાઓને વિશ્વાસમાં લઇ યુકિત પ્રયુક્તિથી પુછપરછ કરતાં તેને તથા નીચે મુજબના ગુનાઓના અન્ય સહ આરોપીઓને પકડી નીચે જણાવ્યા મુજબનો ચોરીનો અસલ મુદામાલ રીકવર કરી ઘરફોડ ચોરી તથા વાહન ચોરીઓના કુલ-૬ ગુનાઓનો ભેદ ઉકેલી નાંખી પુરેપુરો મુદ્દામાલ રીકવર કરવામાં આવેલ છે તેમજ ચોરીમાં સંડોવાયેલ ચાર આરોપીઓને પકડી પાડેલ છે.

પકડાયેલ આરોપીના નામ સરનામા :- 

(૧) કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર (સગીર વયનો હોય નામ જણાવેલ નથી)

(૨) વિનોદકુમાર ધીરજભાઇ ઠાકોર ઉ.વ-૧૮  રહે. વચલો વાસ મહિજ ગામ તા.જી.ખેડા

(૩) ચેતનભાઇ રમેશભાઇ જાતે રાઠોડ ઉ.વ-૨૫ રહે.હાલ ઠાકોરવાસ જગાભાઇ ઠાકોરના ધરે બીડજગામ તા.જી-ખેડા મુળ વતન એકલારા સપ્તેશ્વર મંદિરની બાજુમાં આસોડીયાગામ તા.ઇડર જિ.અરવલલ્લી

(૪) ધવલ ભરતભાઇ મોદી ઉ.વ.૨૦ રહે.મોદીવાસ બજારમાં પરબડી પાસે, બારેજા તા.દસ્ક્રોઇ જિ.અમદાવાદ. 

-:આરોપીઓએ કબુલેલ ઘરફોડ ચોરી તથા વાહન ચોરીના ગુન્હાઓની વિગત:-

(૧) અસલાલી પોલીસ સ્ટેશન એ.ગુ.ર.નં.૧૧૧૯૨૦૦૨૨૦૦૮૪૯/૨૦૨૦ ઇ.પી.કો. કલમ ૩૮૦,૪૫૭ મુજબના ગુનાના કામે આ કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર (સગીર વયનો હોય નામ જણાવેલ નથી)  નાઓએ આરોપી ઘવલ ભરતભાઇ મોદી રહે. મોદી વાસ, પબડી પાસે બારેજા તા.દશક્રોઇ જી.અમદાવાદ સાથે મળી આજથી ગયા શનિવારે મોડી રાત્રે બારેજા ઘીવાલા કોમ્પલેક્ષમા ત્રણ દુકાનના શટર તોડેલ જેમાં બે દુકાનમાં કઇ મળેલ નહિ અને એક કટલરીની દુકાનમાં પરફયુમસ તથા કટલરીનો સામાન વિગેરે મળી આશરે કિ.રુ.૨૦,૦૦૦/ ના મતાની કિમતના મુદામાલની ચોરી કરેલ જે અસલ પુરેપુરો મુદામાલ રિકવર કરવામાં આવેલ છે.

(૨) આજથી એકાદ મહિના અગાઉ આ કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર(સગીર વયનો હોય નામ જણાવેલ નથી) નાઓએ આરોપી વિનોદકુમાર ધીરજભાઇ ઠાકોર ઉ.વ-૧૮ રહે. વચલો વાસ મહિજ ગામ તા.જી.ખેડા નાઓ સાથે મળી બારેજા ખાતે હર્ષ ઓટો નામના ગેરેજમાંથી ચોરી કરેલ હોવાનુ જણાવતા જે અંગે અસલાલી પોલીસ સ્ટેશન એ.ગુ.ર.નં.૧૧૧૯૨૦૦૨૨૦૦૮૧૦/૨૦૨૦ ઇ.પી.કો. કલમ ૩૭૯,૩૮૦,૪૫૭ મુજબનો ગુનો નોંઘાયેલ આ અંગે પેશન પ્રો.મોટર સાયકલની ચોરી કરેલ જે મો.સા.કિ.રુ.૧૫૦૦૦/ નુ કબજે કરેલ છે તેમજ આ મો.સા.નુ એન્જીન બદલી અન્ય મો.સા.માં અદલા બદલી કરી દીધેલ તે મો.સા.આશરે કિ.રુ.૧૫,૦૦૦/- નુ કબજે કરેલ છે તેમજ આ જ ગુનામાં ચોરીમાં ગયેલ અન્ય એક મો.સા. હિરો ડીએફ ડીલક્ષ મો.સા.કિ.રુ.૧૫૦૦૦/- ની મતાનુ કબજે કરેલ છે.

 (૩) આજથી દશેક દિવસ પહેલા બારેજા હાઇવે પર આવેલ ઝોપડી માતાના મંદીર પાસે આવેલ ગેરેજનુ શટર તોડી ગેરેજમાંથી મો.સાની ચોરી કરેલ હતી તે ચોરીમાં આ કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર (સગીર વયનો હોય નામ જણાવેલ નથી) સાથે આરોપી ચેતનભાઇ રમેશભાઇ રાઠોડ ઉ.વ-૨૫ રહે.હાલ ઠાકોરવાસ જગાભાઇ ઠાકોરના ધરે બીડજગામ તા.જી-ખેડા મળી ચોરી કરેલાનું જણાવેલ જે અંગે અસલાલી પોલીસ સ્ટેશન  એ.ગુ.ર.નં.૧૧૧૯૨૦૦૨૨૦૦૮૫૦/૨૦૨૦ ઇ.પી.કો. કલમ ૩૮૦,૪૫૭ મુજબનો ગુનો નોઘાયેલ આ ગુનામાં ચોરીમાં ગયેલ બજાજ ડીસ્કવર મો.સા. કબજે કરેલ જેની કિ.રુ.૨૫૦૦૦/- ગણાય.

 (૪) આજથી આઠેક મહિના પહેલા ચાંગોદરથી આગળ હાઇવે ઉપર મોરૈયા ખાતે આવેલ ઇન્ટાસ ફાર્મા કંપનીના પાર્કિગમાથી આ કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર(સગીર વયનો હોય નામ જણાવેલ નથી) નાએ આરોપી ભોલો ઠાકોર રહે.મલ્હારપુરા ગામ તા.જિ.ખેડા નાઓ સાથે મળી સ્પેન્ડર મો.સા જેનો રજી નંબર જી.જે.૦૭.એ.ડી.૨૨૮૨ ની ચોરી કરેલાની કબુલાત કરેલ જે સ્પેન્ડર મો.સા જેનો રજી નંબર જી.જે.૦૭.એ.ડી.૨૨૮૨ કિ.રુ.૨૦૦૦૦/ ની મતાનુ કબજે કરેલ છે.

(૫) આજથી પાંચેક દિવસ અગાઉ પકડાયેલ આરોપી ધવલ ભરતભાઇ મોદી નાએ ભોલો ઠાકોર રહે.મલ્હારપુરા ગામ તા.જિ.ખેડા નાઓ સાથે મળી હિરો હોન્ડા સ્પ્લેન્ડર મો.સા. ની ખેડા સર્કલ ઉપરથી રાત્રીના સમયે ચોરી કરેલાની કબુલાત કરેલ છે.જે મો.સા.ની કિ.રુ.૨૦૦૦૦/ ગણાય.

મુદામાલ રીકવર :-

અલગ અલગ મોટર સાયકલો કુલ.૬  તથા અન્ય કટલરીનો પરચુરણ સરસામાન

નોંઘ:- જે ૬(છ) ગુનાનો ભેદ ઉકેલાયેલ છે તે તમામ ગુનાઓમા ૧૦૦% મુદામાલ રીકવર કરવામાં આવેલ છે.

  આ કામગીરીમ કરનાર પોલીસ અઘિકારી :-

(૧) પો.સ.ઇ.શ્રી આર.ડી.સાંબડ

(૨) હે.કો.વિપુલભાઇ મનુભાઇ

(૩) હે.કો.હર્ષદભાઇ મફતભાઇ

(૪) લો.ર.સુનિલગીરી પ્રવિણગીરી

(૫) પો.કો.વિક્રમભાઇ બાબુભાઇ

નોંઘ :- નામદાર હાઇકોર્ટની ગાઇડલાઇન મુજબ ઉપરોકત ચારેય વ્યકિતઓના કોરોના ટેસ્ટ કરાવી નજર કેદમાં રાખેલ છે. કોરોના રિપોર્ટ આવ્યેથી અટક કરવાની કાર્યવાહિ હાથ ધરવામાં આવશે.

રિપોર્ટર:ગોહેલ સોહીલ કુમાર