હાઇવે રોડ ઉપર લૂંટ કરતી ગેંગ પકડી પાડતી એસ.ઓ.જી. અમદાવાદ ગ્રામ્ય


અમદાવાદ : પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ અમદાવાદ વિભાગ, અમદાવાદ તથા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ નાઓએ અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં મીલ્કત સબંધી ગુન્હાઓ બનતા અટકાવવા તથા ધાડ તેમજ લૂંટ જેવા ગુન્હાઓ બનતા અટકાવવા સારૂ જિલ્લા વિસ્તારમાં સતત પેટ્રોલીંગ રાખવા તથા શંકાસ્પદ ઇસમો ઉપર વોચ-વીજીલન્સ રાખવા એસ.ઓ.જી. શાખા અમદાવાદ ગ્રામ્યના પો.ઇન્સ શ્રી પી.આર.જાડેજા નાઓને જરૂરી સુચના તથા માર્ગદર્શન આપેલ જે અનુસંધાને આ પધ્ધતિથી ગુન્હાઓ કરવામાં ડફેર કોમના લોકો સંડોવાયેલ હોવાનું જાણવા મળતા, ડફેર કોમના લોકો ઉપર સતત વોચ રાખતાં બગોદરા હાઇવે ટોલ ટેક્ષ પાસે કેટલાક ડફેર કોમના ઇસમો રોડની સાઇડમાં ઉભી રહેતી ટ્રકના ડ્રાઇવરોને છરો બતાવી લૂંટ કરવા આવનાર હોવાની ચોક્કસ આધારભુત હકીકત મળેલ જે હકીકત આધારે બગોદરા ટોલ ટેક્ષ નજીક ટીમો બનાવી વોચમાં રહેતા દરમ્યાન (૧) ગફારભાઇ ઉર્ફે હબલો હબીબભાઇ ઉર્ફે મુછડી અલીભાઇ સંધી (ડફેર) રહે.ગુજારગામની સીમ દંગામાં તા.ધંધુકા જિ-અમદાવાદ તેની પાસેથી એક કપડાના કવર વાળો છરો જેની કિ.રૂ.૫૦/-ગણી તથા એક સેમસંગ કંપનીનો કિપેડ વાળો ફોન કિ.રૂ.૫૦૦/- તથા એક હિરો કંપનીનુ પેશન પ્રો બાઇક નંબર જી.જે.૦૧ પી.એચ. ૬૨૧૦ (૨) સુલતાનઅલી બચુભાઇ સંધી (ડફેર) રહે.ગુજારગામની સીમ દંગામાં તા.ધંધુકા જિ-અમદાવાદ તેની પાસેથી રોકડ રકમ રૂ.૬૪૦/- (૩) શરીફ જગુભાઇ સુમારભાઇ સંધી (ડફેર) રહે.ગુજારગામની સીમ દંગામાં તા.ધંધુકા જિ-અમદાવાદ તેની પાસેથી રોકડ રકમ રૂ.૩૨૦/- કુલ મુદ્દામાલ કિ.રૂ.૨૧૫૧૦/- મળી આવેલ જેઓને વધુ યુક્તિપ્રયુક્તિ થી પુછપરછ કરતાં બગોદરા પો.સ્ટે ફસ્ટ ગુ.ર.નં. ૧૧૧૯૨૦૧૦૨૦૦૨૬૪ આઇ.પી.સી. કલમ ૩૯૨, ૧૧૪ મુજબના ગુન્હાની કબુલાત કરતાં હોય ઉપરોક્ત ઇસમો તથા હિરો પેશન મો.સાની કિ.રૂ.૨૦,૦૦૦/-ગણી સી.આર.પી.સી કલમ ૧૦૨,૪૧(૧)આઇ મુજબ કબજે લઇ બગોદરા પો.સ્ટે. ખાતે આગળની વધુ કાર્યવાહી અર્થે સોપેલ છે.
રિપોર્ટર:ગોહેલ સોહીલ કુમાર