ડાયવરઝન આપેલ રસ્તો તૂટી જતા આખરે સમારવાડા ના ગામ લોકો એ રસ્તા પર બેસી ને ચક્કાજામ કરતા ટ્રાફિક ની લાગી લાઈનો આખરે મામલતદાર એ રસ્તા રિપેરીગ બાબતે ખાતરી આપતા મામલો થાળે પડ્યો

ધાનેરા હાઇવે નું કામ ચાલુ હોવાથી 6 મહિના માટે ભારે વાહનો ને સામારવાડા થી ડાયવરઝન આપવામા આવ્યું પણ મોટા વાહનોની વધુ અવરજવર ના કારણે રસ્તો તૂટી ગયો છે જેની રજુઆત ગામલોકોએ વારંવાર તંત્ર ને કરી હતી પણ કઈ ઉકેલ ન આવતા આજે વહેલી સવારે ગામ લોકો એ રસ્તા પર બેસી ને ચક્કાજામ કરતા તંત્ર ઉધ માંથી સફાળું જાગી ને બે દિવસ માં રસ્તા ની કામગીરી શરૂ કરવાની ખાતરી આપી હતી ચક્કાજામ થતા આર એન બી ના અધિકારીઓ અને પોલીસ દોડતી આવી ને માંડ માંડ સમજાવી ને મામલો થાળે પાડ્યો હતો ત્યારે સવાલ એ ઉભા થઇ રહ્યા છે કે ચક્કાજામ પછી જ તંત્ર કેમ જાગ્યું.? સુ આ પહેલા ખેડૂતો અને ગામલોકો ની વાત નહોતી સંભળાતી ? જો સમયસર તંત્ર એ જાગી ને કામગીરી કરી હોત તો ચક્કાજામ ન કરવા પડત ? બે કલાક સુધી ચક્કાજામ થતા અનેક વાહનચાલકો અને મુસાફરો હેરાન થયા ત્યારે જ તંત્ર જાગ્યું આટલા દિવસ થી સામારવાડાના ગામ લોકો ની વેદના કેમ ન સમજાય આવા અનેક સવાલો આજે પણ યથાવત છે.

બાઈટ    મોહનભાઇ પટેલ

બાઈટ  રાવતા ભાઈ ખેડૂત

બાઈટ   ભગવાન દાસ ખરાડી

           મામલદાર ધાનેરા

પ્રકાશ ડાભી ધાનેરા બનાસકાંઠા