કચ્છ એક્સપ્રેસમાં પાસ ધારકો તેમજ કચ્છ થી મુંબઈ જતાં યાત્રિકો વચ્ચે તું-તું મે-મે,પાસ હોલ્ડરને અલગથી જ્ગ્યા ફાળવવામાં આવે તેવી માંગ કરાઇ.
કચ્છ એક્સ્પ્રેસ ટ્રેનમાં પાસધારકો તેમજ કચ્છથી મુંબઈ જતાં યાત્રિકો વચ્ચે થયેલ થયેલ હુસાતુસી,તું તું .મે.મે. સંદર્ભે કચ્છ રેલ્વે પેસેન્જર એસોશિયનના મંત્રી પ્રબોદભાઈ મુનવર,તેમજ જિલ્લા પેસેન્જર એસોશિયનના પ્રમુખ એ.વાય.આકબાની સહિતના આગેવાનોએ જણાવેલ કે, આ બનાવથી રેલ્વે ગરિમા,પરંપરા,પ્રણાલિકા,તેમજ ફરજની ક્ષિતિ બહાર આવી છે. આવા બનાવો વારંવાર ન બને તે માટે એમ ઘણી વખત રેલ્વેને રજૂઆતો પણ કરી છે. તેમજ પ્રવાસી જનતાનું માન-સન્માન પૂરી મુસાફરી સુધી તમામ ઉપલબ્ધ સગવડો પૂરી પાડવી,તેમજ અન્ય સુવિધાઓ વધારવાની માંગણી કરેલ છે. આવા બનાવોની તટસ્થતાથી તપાસ થાય,તેવું તેમણે જણાવ્યુ હતું.પાસ હોલ્ડરોને અલગ જ્ગ્યા ફાળવવામાં આવે તેવી માંગણી કરી હતી.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર tv ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર ૨૪ કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર ૭૨ અને ૭૩ ઉપર રાત્રે ૮:૦૦ થી ૮:૩૦ અને ૧૦:૩૦ થી ૧૧:૦૦ ચાલુ છે.