ભાવનગર સીટી ઘોઘારોડ પોલીસની ટીમએ અલગ અલગ 05 (પાંચ) દરોડામાં શ્રાવણીયો જુગાર રમતા કુલ-23 શકુનીઓને રૂા.૧,૧૩,૫૦૦/- ના મુદામાલ સાથે ઝડપી પાડેલ

ભાવનગર રેંજના આઇ.જી.પી શ્રી અશોકકુમાર યાદવ સાહેબની સુચના અનુસંધાને ભાવનગર જીલ્લાના પોલીસ અધીક્ષક શ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબ તથા સીટી ડીવાયએસપી શ્રી મનીષકુમાર ઠાકર સાહેબના સીધા માર્ગદર્શન મુજબ..

આજરોજ તા.૧૧/૦૮/૨૦૨૦ ના રોજ ઘોઘારોડ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર શ્રી આર.આઇ.સોલંકી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ. શ્રી ટી.એલ.માલ સાહેબ તથા ડી સ્ટાફના હેડ કોન્સ. વનરાજસિંહ પરમાર તથા હેડ કોન્સ. સેજાદભાઇ સૈયદ તથા પોલીસ કોન્સ. કિર્તીસિંહ ઇન્દુભા તથા પોલીસ કોન્સ. ખેંગારસિંહ ચંદુભા તથા પોલીસ કોન્સ. ફારૂકભાઇ જમાલભાઇ તથા પોલીસ કોન્સ. અનીલભાઇ દામજીભાઇ તથા પોલીસ કોન્સ. જયદિપસિંહ ટેમુભા તથા પોલીસ કોન્સ. કાળુભાઇ મેરાભાઇ તથા પોલીસ કોન્સ. જયદાનભાઇ અજુભાઇ તથા પોલીસ કોન્સ. રાજેશભાઇ ભલાભાઇ તથા પોલીસ કોન્સ. જયદિપસિંહ જશુભા તથા પોલીસ કોન્સ. પરીક્ષતરાજસિંહ કિર્તીસિંહ તથા પોલીસ કોન્સ. કાળુભાઇ મેરાભાઇ તથા પોલીસ કોન્સ. રવિરાજસિંહ પાવરા એમ અલગ અલગ ટીમો બનાવી પેટ્રોલીંગમા હતા, તે દરમ્યાન…

પોલીસ હેડ કોન્સ. વનરાજસિંહ પરમાર તથા પોલીસ કોન્સ. ફારૂકભાઇ જમાલભાઇને મળેલ સંયુક્ત બાતમી હકિકત આધારે સુભાષનગર, વાઘેલા મંડપ વાળો ખાંચો, ખોડીયાર મંદિરની ડેરી સામે જાહેર ખુલ્લી જગ્યામાં જુગાર રમતા આરોપીઓ (૧) અલ્પેશભાઇ નાનજીભાઇ બારૈયા, ઉવ.૨૦, રહે.સુભાષનગર, વાઘેલા મંડપવાળો ખાંચો, યોગી ટેનામેન્ટ સામે, મફતનગર, ભાવનગર તથા (૨) હરેશભાઇ જીવાભાઇ બારૈયા, ઉવ.૩૨, રહે.સુભાષનગર, વર્ષા સોસાયટી સામે, મફતનગર, ભાવનગર તથા (૩) તુલશીભાઇ જેરામભાઇ ચૌહાણ, ઉવ.૪૩, રહે. સુભાષનગર, વર્ષા સોસાયટી સામે, મફતનગર, ભાવનગર(૪) ફેઝલભાઇ અજીતભાઇ મલેક, ઉવ.૨૦, રહે.સુભાષનગર, વાઘેલા મંડપવાળો ખાંચો, યોગી ટેનામેન્ટ સામે, મફતનગર, ભાવનગર તથા(૫) સાગરભાઇ જશાભાઇ બારૈયા, ઉવ.૧૯, રહે.સુભાષનગર, વાઘેલા મંડપ પાસે, મઢુલી વાળી શેરી, મફતનગર, ભાવનગર તથા (૬) વિનોદભાઇ ભરતભાઇ રાઠોડ, ઉવ.૨૦, રહે.સુભાષનગર, વર્ષા સોસાયટી સામે, ધનાભાઇના મકાનમાં ભાડેથી, મફતનગર, ભાવનગર તથા (૭) કાળુભાઇ બાબુભાઇ બારૈયા, ઉવ.૪૩, રહે.સુભાષનગર, વાઘેલા મંડપવાળો ખાંચો, ખોડીયાર માતાના મંદિર પાસે, મફતનગર, ભાવનગર તથા (૮) રાકેશભાઇ ધનશ્યામભાઇ મેર, ઉવ.૩૦, રહે.સુભાષનગર, હનુમાન મંદિરની સામે, ગલી નં.૦૨, ભાવનગર તથા (૯) મહેશભાઇ રમેશભાઇ મેહરા, ઉવ.૨૭, રહે.સુભાષનગર, વાઘેલા મંડપવાળો ખાંચો, ખોડીયાર માતાના મંદિર પાસે, મફતનગર, ભાવનગરવાળાઓને રોકડા રૂા.૬૩,૫૦૦/- તથા પાંચ મોબાઇલ મળી કુલ રૂા.૭૫,૦૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડેલ..

પોલીસ કોન્સ. દશરથસિંહ બાબભા તથા પોલીસ કોન્સ. જયદાનભાઇ અજુભાઇને મળેલ સંયુક્ત બાતમી હકિકત આધારે સુભાષનગર ચોક થી આડોડીયા પુલ તરફ બનતી આવાસ યોજના પાસે સ્ટ્રીટ લાઇટના અંજવાળે જાહેર ખુલ્લી જગ્યામાં જુગાર રમતા આરોપીઓ (૧) સુરેશભાઇ ભુપતભાઇ રાઠોડ, ઉવ.૩૧, રહે.સુભાષનગર, વર્ષા સોસાયટી સામે, મફતનગર, ભાવનગર તથા (૨) ઉમંગભાઇ ચંદુભાઇ કાલીયા, ઉવ.૨૩, રહે.સુભાષનગર, વર્ષા સોસાયટી સામે, મફતનગર, ભાવનગર તથા (૩) મહેશભાઇ રામજીભાઇ સાંખટ, ઉવ.૪૮, રહે.સુભાષનગર, વર્ષા સોસાયટી સામે, મીરા પાન હાઉસ, મફતનગર, ભાવનગર તથા (૪) જયેશભાઇ પ્રવિણભાઇ ચૌહાણ, ઉવ.૧૯, રહે.સુભાષનગર, વાઘેલા મંડપવાળો ખાંચો, નમ્રતા ફલેટની સામે, મફતનગર, ભાવનગરવાળાઓને રોકડા રૂા.૧૭,૭૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડેલ..

પોલીસ કોન્સ. ખેંગારસિંહ ચંદુભાને મળેલ બાતમી હકિકત આધારે સીંધુનગર, ગુરુદ્રારા સામે ખુલ્લી જગ્યામાં જાહેર ખુલ્લી જગ્યામાં જુગાર રમતા આરોપીઓ (૧) રાજેન્દ્રસિંહ ભીખુભા ગોહિલ, ઉવ.૫૩, રહે.ઘોઘારોડ, નારાયણ સોસાયટી, પ્લોટ નં.૧૨, વારાહી સોસાયટી પાસે, ભાવનગર તથા (૨) ગોરમુખદાસ પંજુમલભાઇ કુકડેજા, ઉવ.૩૬, રહે.સીંધુનગર, મફતનગર, દેવુમાંના મંદિર સામે, ભાવનગરવાળાઓને રોકડા રૂા.૫૩૬૦/- ના મુદામાલ સાથે પકડી પાડેલ..

પોલીસ હેડ કોન્સ. સેજાદભાઇ સૈયદ તથા પોલીસ કોન્સ. રવિરાજસિંહ પાવરાને મળેલ સંયુક્ત બાતમી હકિકત આધારે સરદારનગર બ્રહમકુમારી સંસ્થાની સામે આવેલ ડીલક્ષ પાન નામની દુકાનની પાછળ ખુલ્લી જગ્યામાં જુગાર રમતા આરોપીઓ (૧) જયભાઇ ભરતસીંહ રાઠોડ, ઉવ.૨૩, રહે.રુપાણી સર્કલ પ્લોટ નં-૧૯૧૧/બી, બાબાભાઇની ચાલી, ભાવનગર તથા (૨) તુષારભાઇ અશ્વીનભાઇ ગોહેલ, ઉવ.૨૫, રહે.પ્લોટ નં-૧૭, સંકલ્પ ટાઉનીપ સોસાયટી, ઘોઘા રોડ, ભાવનગર તથા (૩) મીતેષભાઇ મહેભાઇ રાજાઇ, ઉવ.૨૫, રહે.ઘોઘારોડ, નુતન ભારતી સોસાયટી, પ્લોટ નં-૦૩, ભાવનગર તથા (૪) વિશાલભાઇ કીશોરભાઇ સચદેવ, ઉવ.૨૪, રહે.ઘોઘાસર્કલ છાપરૂ હોલ, પ્લોટ નં.૧૧૩૫, ભાવનગર તથા (૫) મેહુલભાઇ ચંદુભાઇ રાઠોડ, ઉવ.૨૪, રહે.દેસાઇનગર પેટ્રોલ પંપની પાછળ, રુષીરાજનગર ભાવનગરવાળાઓને રોકડા રૂા.૩૩૧૦/- ના મુદામાલ સાથે પકડી પાડેલ.

પોલીસ કોન્સ. અનીલભાઇ દામજીભાઇ તથા પોલીસ કોન્સ. જયદિપસિંહ ટેમુભાને મળેલ સંયુક્ત બાતમી હકિકત આધારે ખેડુતવાસ બુધ્ધદેવ સર્કલ પાસે શાકમાકેટ કેબુબેન ભરતભાઈ રાઠોડ પોતાના ધરના આગળના ભાગે ખુલ્લા ફળીયામા લાઈટના અજવાળે જુગાર રમતા આરોપીઓ (૧) હરેશભાઈ જીવાભાઈ બારૈયા, ઉવ.૩૨, રહે. સુભાષનગર વર્ષા સોસાયટી મફતનગર ભાવનગર તથા (૨) ધનજીભાઈ જશમતભાઈ પરમાર, ઉવ.૫૩ રહે. વડવા તલાવડી મંગલવિહાર પાસે ભાવનગર તથા (૩) સાગરભાઈ લાખાભાઈ સોલંકી ઉવ.૨૨, રહે.સવાભાઈનો ચોક રુવાપરી રોડ પ્લોટ નં-૪૦, ભાવનગર તથા (૪) કેબુબેન ભરતભાઈ રાઠોડ ઉવ.૪૫, રહે.ખેડુતવાસ બુધ્ધદેવા સર્ક્લ પાસે, ભાવનગરવાળાઓને રોકડા રૂા.૧૦,૨૦૦/- તથા મોબાઈલ નંગ-૦૨ કી.રૂા.૨૦૦૦/- મળી કુલ રૂા.૧૨,૨૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડેલ

આમ ઉપરોક્ત અધીકારી તથા ઘોઘારોડ પોલીસ ઇન્સ. શ્રી આર.આઇ.સોલંકીના માર્ગદર્શન મુજબ ઘોઘારોડ પોલીસ ટીમએ અલગ અલગ 05 (પાંચ) દરોડા પાડી જેમાં ત્રણ ગણનાપાત્ર ( કવોલીટી ) કેસો સાથે શ્રાવણીયો જુગાર રમતા કુલ-23 શકુનીઓ એક મહીલા સહીતને રૂા.૧,૧૩,૫૦૦/- ની માતબર રકમ સાથે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

રિપોર્ટર એજાદ સેખ રીપોર્ટર