આદિપુરમાં કિશોરીની જાતીય સતામણીનો મામલો પોલીસ ચોપડે ચડ્યો
copy image

સૂત્રો જણાવી રહ્યા છે આદિપુરમાં એક કિશોરીની જાતીય સતામણીનો મામલો પોલીસ ચોપડે ચડ્યો છે. ત્યારે આ મામલે વધુમાં વિગતો મળી રહી છે, આદિપુરમાં ત્રણ માસથી કરી અને ગત દિવસ સુધી બનેલ આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર કિશોરી શાળાએ કે ટયુશન જાય તે સમયે આરોપી ઈશમ તેનો પીછો કરી ગાળાગાળી કરી અને મોબાઈલ પર તથા રૂબરૂમાં આવી બનાવના ફરિયાદીને પોતાની પાસે કિશોરીના ફોટા છે તે ખરાબ બનાવીને વાયરલ કરવાની ધમકી પણ આપેલ હતી. ઉપરાંત ભોગ બનનારની શેરીમાં દરરોજ આંટાફેરા કરતો હતો. આ મામલે પોલીસ મથકે ફરિયાદ કરવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ આરંભી છે. પરંતુ આ ગુના કામેનો આરોપી હજુ પોલીસની પકડથી દૂર હોવાનું પ્રાથમિક તપાસ દરમ્યાન સામે આવ્યું છે.