બોટાદ ખાતે ૭૪ માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સંપન્ન, ઉર્જામંત્રી સૌરભભાઇ પટેલના હસ્તે તિરંગો લહેરાવી સલામી અપાઈ


રાજ્યની સંવેદનશીલ સરકારે કોરોના સામે બાથ ભીડીને અસરકારક અને જનહિતલક્ષી નિર્ણયો લઇ લોકોની પડખે અડીખમ ઉભા રહી રાજયના વિકાસની ગતિને બરકરાર રાખી છે
ઉર્જાક્ષેત્રે ગુજરાત આજે સ્વનિર્ભર જ નહીં ઉર્જા સરપ્લસ રાજય બન્યું છે
અને સોલાર રૂફટોપમાં ગુજરાત દેશમાં અવ્વલ નંબરે રહયું છે
-ઉર્જામંત્રી સૌરભભાઇ પટેલ
ભારત વર્ષના ૭૪ માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે બોટાદ સરકારી હાઇસ્કુલ ખાતે ઉર્જામંત્રીશ્રી સૌરભભાઇ પટેલ એ રાષ્ટ્રભક્તિના અનોખા માહોલ વચ્ચે રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી આપી હતી.
આ પ્રસંગે મંત્રી સૌરભભાઇ પટેલ એ ઉદ્દબોધન કરતા જણાવ્યું હતું કે કોરોના મહામારીના સમયમાં દેશના વડાપ્રધાનએ લીધેલાં લોકડાઉનના પગલાંને દુનિયાભરના લોકોએ બિરદાવેલ છે. લોકડાઉન બાદ રાષ્ટ્રને પુન: વિકાસની પટરી ઉપર ચડાવવા માટે ૨૦ લાખ કરોડનુ આત્મ નિર્ભર ભારત પેકેજ જાહેર કરી દેશવાસીઓમાં પુન: ઉત્સાહ અને ઉમંગ ભરી દીધો હોવાનું જણાવી રાજયની સંદવેદનશીલ સરકારે પણ કોરોના સામે બાથ ભીડી ને અસરકારક અને જનહિતલક્ષી નિર્ણયો લઇ લોકોના પડખે ઉભા રહી રાજયના વિકાસની ગતિને બરકરાર રાખી હોવાનું જણાવ્યું હતું. મંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં કોરોનાનો ૧૯મી માર્ચે પ્રથમ કેસ નોંધાયો ત્યારથી જ રાજયસરકારે પરિસ્થિતિને પામી જઇને ત્વરિત કામગીરીની શરૂઆત કરી દીધી. ગણતરીના દિવસોમાં જ ચાર મહાનગરોમાં ૨૨૦૦ બેડની ક્ષમતાવાળી ડેડીકેટેડ કોવિડ-૧૯ હોસ્પિટલ ઉભી કરવામાં આવી. સાથ પ્રત્યેક જિલ્લામાં પણ ૧૦૦ બેડની ક્ષમતાવાળી કોવિડ હોસ્પિટલો કાર્યરત કરી દેવામાં આવી. ટૂંકાગાળામાં રાજ્યમાં પચાસ હજારથી વધુ પથારીની ક્ષમતા ધરાવતી સ્પેશિયલ કોવિડ હોસ્પિટલો, કોવિડ હેલ્થ સેન્ટરો અને કોવિડ કેર સેન્ટરો કાર્યરત કરી દેવામાં આવ્યા. સરકારના સજાગ પ્રયાસોથી આજે મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો થયેલ હોવાનું આપણે જોઇ રહ્યા છીએ. ગુજરાતમાં કોરોનાના દરદીઓ ઝડપથી સાજા થઇ પોતાના ઘરે જઇ રહ્યા છે. આપણા ગુજરાતનો રીકવરી રેટ ૭૭ ટકાએ પહોચ્યો હોવાનું પણ વધુમાં ઉમેર્યું હતું. ગુજરાત આજે ઊર્જા ક્ષેત્રે સ્વનિર્ભર જ નહીં પણ ઊર્જા સપ્લાય રાજ્ય બન્યું હોવાનું જણાવ્યૂ હતું. સમગ્ર દેશમાં ગુજરાત એકમાત્ર કોઈપણ જાતના વીજ કાપ કે લોડ શેડીંગથી મુક્ત રાજ્ય બનેલ છે. ગુજરાત સરકાર દ્વારા ઐતિહાસિક નિર્ણય લઈને રાજ્યના ખેડૂતોને દિવસે વીજળી પુરી પાડવા માટે “ દિનકર યોજના ” ની જાહેરાત કરવામાં આવેલ છે. પુનઃ પ્રાપ્ય ઊર્જા ઉત્પાદન માટે ગુજરાત સરકારે આગવી પહેલ કરેલ છે. કચ્છમાં બિનઉપજાઉ પડતર સરકારી જમીન પર રાજ્ય સરકાર દ્વારા ૧,૨૦,૦૦૦ કરોડના ખર્ચે ૧૦ વર્ષમાં સોલાર-વિન્ડ હાઇબ્રીડ પાર્ક દ્વારા ૩૦,૦૦૦ મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરવામાં આવશે. તેમણે બોટાદ જીલ્લામાં સૂર્ય ગુજરાત સોલાર રૂફટોપ યોજના હેઠળ કુલ ૧૦૧૨ અરજી પૈકી ૮૪૮ ઘર વપરાશના વીજ ગ્રાહકોના અગાસી-ધાબા પર ૨.૬૦ મેગાવોટ નું વીજ સ્થાપન થઈ ગયેલ હોવાનું જણાવવ્યું હતું. આ વર્ષે કોરોનાની મહામારીમાં બોટાદ જીલ્લામાં વિવિધ કક્ષાના વીજ ગ્રાહકોને વીજ બિલમાં કુલ રૂ.૩.૫૧ કરોડની રાહત આપવામાં આવેલ હોવાનું પણ ઉમેર્યું હતું. ૭૪ માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રસંગે બોટાદ જિલ્લાના પોતાના જીવની પરવા કર્યાં વગર કોરોના મહામારીના કપરા કાળમાં જે અધિકારીઓ, કર્મચારીઓ, તબીબો, પેરામેડિકલ સ્ટાફ, સુરક્ષા કર્મીઓ, સફાઈ કર્મીઓ જવાબદારીર્પૂર્વક કામગીરી કરેલ છે. તેવા સૌ ‘કોરોના વોરિયર્સ’ને ઉત્કૃષ્ટ કામગીરી બદલ મંત્રીના હસ્તે સન્માન પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ બાદ મંત્રી તથા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે શાળા સંકુોલ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સ્વાતંત્ર્ય પર્વની આ ઉજવણી પ્રસંગે કલેકટર વિશાલ ગુપ્તા, જિલ્લા વિકાસ અધિકારી લલીત નારાયણસીંઘ સાંધુ, પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા, નિવાસી અધિક કલેકટર મુકેશ પરમાર, અગ્રણી સર્વ સુરેશભાઇ ગોધાણી, ચંદુભાઇ સાવલીયા, જેસીંગભાઇ લકુમ, પદાધિકારીઓ- અધિકારીઓ, નગરશ્રેષ્ઠીઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ. ઉમેશ ગોરાહવા
બોટાદ, બરવાળા