દાઠા પોલીસ સ્ટેશનના અપહરણના ગુન્હામાં નાસ્તો ફરતો આરોપી પકડી પાડી તથા અપહરણ થયેલ ભોગ બનનાર સગિરાને શોધી કાડી સગીરાને તેના વાલી વારસને સોપતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર તથા પેરોલ ફર્લો સ્કોડ ભાવનગર
ભાવનગર રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર યાદવ સાહેબે તથા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ્પેકટર શ્રી વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. શ્રી એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર જિલ્લા વિસ્તારમાં નાસ્તા ફરતા આરોપીઓ પકડવા તથા મિલ્કત સબંઘી ગુન્હા ડીટેકટ કરવા માટે સખત સુચના આપેલ.
જે સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર, એલ.સી.બી. સ્ટાફનાં માણસો ભાવનગર સીટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન સંયુક્ત બાતમી રાહે હકીકત મળેલ કે,દાઠા પો.સ્ટે. પાર્ટ ‘‘એ’’ ગુ.ર.નં.૦૨૯૬/૨૦૨૦ ઈ.પી.કો. કલમ ૩૬૩,૩૬૬ મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી સંજયભાઇ બચુભાઇ રાઠોડ રહે.દાઠા, તા.તળાજા વાળો સફેદ કલરનો શર્ટ અને ભુરા કલરનુ પેન્ટ પહેરીને તથા ભોગ બનનાર કિંજલબેન ડો/ઓ ભગવાનભાઇ બારૈયા રહે.દાઠા, તા.તળાજા વાળી લાલ કલરની ફુલડા વાળી સાડી પહેરીને બન્ને જણા ટાણા ગામના બસ સ્ટેન્ડમાં ઉભેલ છે. જે હકીકત આધારે બાતમીવાળી જગ્યાએ તપાસ કરતા ઉપરોક્ત વર્ણનના કપડા પહેરેલ એક પુરુષ ઇસમ તથા એક મહિલા જોવામાં આવતા મજકુર બન્ને પાસે જઇ તે બન્ને પૈકી પુરૂષ ઇસમનુ નામઠામ પુછતા પોતે પોતાનુ નામ સંજયભાઇ ઉર્ફે ભુરો ઉર્ફે ગાંડો બચુભાઇ કરશનભાઇ રાઠોડ ઉ.વ.૨૮ ધંધો મજુરી રહે.દાઠા, તા.તળાજા વાળો હોવાનુ જણાવેલ અને તેમજ સાથેની મહિલાનુ નામઠામ પુછતા પોતે પોતાનુ નામ કિંજલબેન ડો/ઓ ભગવાનભાઇ બારૈયા ઉ.વ.૧૫ ધંધો ઘરકામ રહે.દાઠા, તા.તળાજા વાળી હોવાનુ જણાવેલ અને મજકુર ઇસમને પુછપરછ કરતા સાથેની સગીર વયની મહિલા કિંજલબેનને તેના ઘરેથી ભગાડેલનુ અને ઉપરોક્ત ગુન્હાના કામે પોતે નાસતા ફરતા હોવાની કબુલાત કરતા જે બાબતે દાઠા પો.સ્ટે. પાર્ટ ‘‘એ’’ ગુ.ર.નં.૦૨૯૬/૨૦૨૦ ઈ.પી.કો. કલમ૩૬૩,૩૬૬મુજબનો ગુન્હો નોધાયેલ હોય, જેથી મજકુર ઇસમ સામે ઘોરણસર કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે શિહોર પો.સ્ટે. જી. ભાવનગરને સોપી આપેલ છે. તેમજ મજકુર આરોપી સાથેની કિંજલબેન ડો/ઓ ભગવાનભાઇ બારૈયા ઉ.વ.૧૫ ધંધો ઘરકામ રહે.દાઠા, તા.તળાજા વાળીનુ તેના ઘરેથી અપહરણ થયેલ હોય, જે અપહરણ થયેલ સગીરાને શોધીકાઢી તેના વાલી વારસને પરત સોપી આપેલ છે.
એજાદ સેખ રીપોર્ટર