તળાજા દીનદયાળનગરમાં શ્રાવણીયો જુગાર રમતા ચાર શકુનીઓ રોકડ રૂ.૧૫,૬૩૦/- ના મુદ્દામાલ સાથે પકડી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર

ભાવનગર રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર યાદવ સાહેબ તથા ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ્પેકટર શ્રી વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. શ્રી.એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર જીલ્લા વિસ્તારમાં દારૂ જુગારની બદી નેસ નાબુદ કરવા માટે સખત સુચના આપેલ.

જે સુચના આઘારે એલ.સી.બી. સ્ટાફના માણસો આજરોજ તળાજા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન બાતમીરાહે હકિકત મળેલ કે, તળાજા દીનદયાળનગરમાં સ્ટ્રીટ લાઇટના અંજવાળે જાહેર જગ્યામાં ગે.કા. રીતે અમુક માણસો ગોળ કુડાળુ વળી પૈસા પાના વતી તીન પત્તીનો હાર જીતનો જુગાર રમે છે. જે હકિકત આઘારે જુગાર અંગે રેઇડ કરતા રેઇડ દરમ્યાન કુલ -૪ ઇસમો ગોળ કુંડાળુ વળી પૈસા પાના વતી તીન પત્તીનો હાર જીતનો જુગાર રમતા મળી આવતા જેમા નંબર. (૧) અસ્લમભાઇ રજાકભાઇ બોઉમર ઉ.વ.૨૭ રહે.દીનદયાળનગર ખારો, તળાજા (૨) લાલજીભાઇ ભુપતભાઇ બારૈયા ઉ.વ.૨૭ રહે. દીનદયાળનગર ખારો, તળાજા (૩) માલજીભાઇ ખોડાભાઇ કંટારીયા ઉ.વ.૪૫ રહે.દીનદયાળનગર ખારો, તળાજા (૪) રવિભાઇ અશોકભાઇ રાઠોડ ઉ.વ.૧૮ રહે.દીનદયાળનગર ખારો, તળાજા વાળાઓ તળાજા દીનદયાળનગરમાં સ્ટ્રીટ લાઇટના અંજવાળે જાહેર જગ્યામાં ગે.કા. રીતે ગોળ કુડાળુ વળી પૈસા પાના વતી તીન પત્તીનો હાર જીતનો જુગાર રમી રેઇડ દરમ્યાન ચારેય ઇસમોને ગંજી પત્તાના પાના નંગ ૫૨ તથા રોકડ રકમ રૂ.૧૫,૬૩૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી તમામ વિરૂધ્ધમાં તળાજા પોલીસ સ્ટેશનમાં ગૂન્હો રજીસ્ટર કરાવેલ છે.

આ સમગ કામગીરીમાં એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ્પેકટર શ્રી વી.વી.ઓડેદરા સાહેબ તથા એલ.સી.બી. પો.સ.ઇ. એન.જી.જાડેજા સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ તથા એલ.સી.બી.ના હેડ કોન્સ. જે.આર.આહિર તથા પો.કોન્સ. તરૂણભાઇ નાંદવા તથા ભદ્રેશભાઇ પંડયા તથા નરેશભાઇ બારૈયા વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.

એજાદ સેખ રીપોર્ટર
👍🏻