રાજ્યમાં સક્રિય થઈ વધુ 2 સિસ્ટમ, સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં થશે વરસાદ

છેલ્લા એક સપ્તાહથી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. તેવામાં વરસાદને લઇને હવામાન વિભાગે મહત્વની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર રાજ્યમાં 2 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ રહી છે. આ સિસ્ટમના કારણે આગામી કલાકો દરમિયાન કચ્છ, ગીર-સોમનાથ, મોરબી, પોરબંદર સહિત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદ થઈ શકે છે. રાજ્યમાં વરસાદે જોર પકડતાં નદી-નાળા-ડેમમાં નવા નીર આવક જોવા મળી રહી છે. સતત વરસી રહેલા વરસાદના કારણે રાજ્યના ડેમોમાં જળસપાટી વધતાં પીવાના પાણીનું સંકટ ધીરે-ધીરે ઘટી રહ્યું છે. વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે. તેવામાં વધુ 2 સિસ્ટમ સક્રિય થતા આગામી 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર સહિત મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદ વરસી શકે છે.