નડિયાદ-અમદાવાદ હાઈવે પર અકસ્માત, 5ના મોત, 3 ગંભીર
તહેવારોની રજા બાદ રવિવારની રાત્રે નડિયાદ નેશનલ હાઈવે નજીક ભયંકર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં 5 લોકોના મોત ઘટનાસ્થળે જ થયા હતાં. જ્યારે અન્ય 3 લોકોની હાલત ગંભીર છે. આ અકસ્માત નડિયાદથી અમદાવાદ જઈ રહેલી બે કાર વચ્ચે જોરદાર ટક્કર થતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે 5 લોકોના મોત ઘટનાસ્થળે જ નીપજ્યા હતા જ્યારે અન્ય 3ની હાલત ગંભીર છે. જાણવા મળ્યાનુસાર મૃતકોમાં બે મહિલા, બે બાળકો અને એક પુરૂષનો સમાવેશ થાય છે.