અમેરિકામાં ત્રણ સ્થળે ફાયરીંગ: આઠનાં મોત , 18 ઇજાગ્રસ્ત

અમેરિકાના સિનસિનાટી વિસ્તારમાં રવિવારે ત્રણ જુદી જુદી જગ્યાએ ગોળીબારના બનાવ બન્યા હતા જેમાં આઠ વ્યક્તિનાં મરણ થયાં હતાં અને અઢાર વ્યક્તિને ઇજા થઇ હતી. સહાયક પોલીસ કમિશનર પૉલ ન્યૂડીગેટે મિડિયાને કહ્યું હતું કે ફિલાડેલ્ફિયાના ઓવર-દ-રિને વિસ્તારમાં થયેલા ગોળીબારમાં 10 વ્યક્તિને ગોળી વાગી હતી. બે જણ ત્યાંજ મરણ પામ્યા હોવાની આશંકા હતી આ જ સમયે શહેરના વોલ્ટન હિલ્સ વિસ્તારમાં હેરિયટ બીચર સ્ટોઇ હાઉસ પાસે પણ ગોળીબાર થયા હતા. ત્રણ જણ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત એવાન્ડેલ વિસ્તારમાં ચાર વ્યક્તિ પર ગોળીબાર કરાયા હતા. ત્યાં બે વ્યક્તિ મરણ પામી હોવાની આશંકા હતી. જો કે કોઇ શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ થઇ નહોતી.યોગાનુયોગે શનિવારે નોર્થ ફિલાડેલ્ફિયામાં યુવાનોના સમૂહમાં થયેલા ગોળીબારમાં પાંચ વ્યક્તિેને ઇજા થઇ હતી. વીક એન્ડ પર એક જ સ્થળે બસોથી વધુ યુવાનો હાજર હતા અને એ દરમિયાન કોઇ બનાવ બનતાં ગોળીબાર થયા હતા. ઇજાગ્રસ્ત પાંચે યુવાનોની સ્થિતિ સ્થિર હતી. પોલીસ કમિશનર ડેનિયલ આઉટલૉએ કહ્યું હતું કે શનિવારે કશુંક બનવાની શંકાપોલીસને હતીજ. પોલીસ સાવધ હતી. ગોળીબારના ધડાકા સંભળાતાં પોલીસ ત્યાં ધસી ગઇ ઙતી. મિડિયા રિપોર્ટ મુજબ એકથી દોઢ કલાકના સમયગાળામાં આ ત્રણ બનાવો બન્યા હતા. ત્રણે ઘટના એકમેકથી જુદી હતી પરંતુ આવી બેત્રણ ઘટના એક સાથે બને એ ચોંકાવનારી બાબત ગણાય.પોલીસે ઘટનાસ્થળે ધસી જઇને ઇજાગ્રસ્તોને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડ્યા હતા અને ઘટનાઓની વધુ તપાસ ચાલી રહી હતી. છેલ્લા થોડા સમયથી અમેરિકામાં સાવ નજીવી વાતમાં પણ ગોળીબાર કરવાના બનાવો વધી રહ્યા હતા તેથી પોલીસ અને વહીવટી તંત્ર સચેત થઇ ગયાં હતાં. આમ તો છેલ્લાં થોડાં વરસથી પિસ્તોલ, રિવોલ્વર, રાયફલ વગેરે હથિયારો છૂટથી વેચાવા પર પ્રતિબંધ મૂકવાની માગણી થઇ રહી હતી