બે વાર પોલીસ પર જીવલેણ હુમલો કરનાર કુખ્યાત અપરાધીને પકડવા માટે પોલીસે જંગલમાં ઘેરા નાખ્યા ,વિવિધ ટીમ બનાવી પોલીસ દ્વારા કવાયત હાથ ધરાઇ.
કુખ્યાત અપરાધી કાસમ નોતિયાર દ્વારા બે વાર પોલીસ પર જીવલેણ હુમલો કરીને એએસઆઈ સહિત બેને ઇજાઓ પહોંચાડી હતી. ત્યારબાદ માનકુવા પોલીસના કોન્સટેબલ પર ઘાતક રીતે હુમલો કરવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે,કાસમ નોતિયારે કરેલા હુમલાનો પોલીસ કોન્સટેબલનો આબાદ બચાવ થયો હતો.ખુંખાર થઈ ગયેલો અપરાધી બેખોફ રીતે કચ્છના જંગલોમાં ફરી રહો છે. અને પોલીસને પડકાર આપી રહ્યો છે. છતાં પોલીસ તેને ૧૧ દિવસ બાદ પણ પકડી પાડવામાં સફળ નથી રહી. સરહદી વિસ્તારમાં પોલીસ પર થયેલો હુમલો અતિ ગંભીર ગણી શકાય અને આરોપીને તાત્કાલિક પકડીને તેને કાયદાનો પાઠ ભણાવવું જોઈએ તેવી માંગ પણ લોકોમાં ઉઠી રહી છે. જોકે,જંગલથી પરિચિત કાસુડો પલકવારમાં જ પોલીસને ચકમો આપીને જંગલમાં ગાયબ થઈ જાય છે. ગત તા.૨૭/૧ ના સાંજના અરસામાં ભુજ તાલુકાનાં વટાછડ ગામના તળાવ પાસે પોલીસ પર હુમલો કરનાર કાસમ મામદ નોતિયાર આવ્યો હોવાની માનકુવા પોલીસને બાતમી મળતા જેના આધારે પોલીસે એ વિસ્તારને કોર્ડન કરીને તેને પકડી પાડવા માટે તજવીજ હાથ ધરી હતી. પરંતુ પોલીસ પર હુમલો કરવામાં માહિર અને જંગલથી પરિચિત કાસુડો માનકુવા પોલીસના કોન્સટેબલ લીલા ખુમાભાઇ દેસાઇ પર જીવલેણ હુમલો કર્યો હતો. અચાનક બાવળની ઝાળીમાંથી નીકળેલ કાસુડો ફરસીથી હુમલો કર્યા બાદ અંધારનો લાભ લઈ જંગલોમાં નાસી ગયો હતો. ત્યારબાદ પોલીસે તેને પકડવા અનેક પ્રયાસો કર્યા હતા.પરંતુ જંગલ વિસ્તારમાં ગુમ થઈ જવાથી તે પોલીસના હાથમાં આવ્યો ન હતો. રવિવારના ડીવાયએસપી પટેલની નિગરાણીમાં પોલીસ કાફલા દ્વારા તેની વટાછડ ગામ અને સીમમાં શોધખોળ હાથ ધરાઇ હતી. આ ઉપરાંત પોલીસ જવાનો તેમજ ડોગ સ્ક્વોર્ડની મદદ લેવાઈ હતી,પરંતુ કુખ્યાત આરોપી પોલીસના હાથે લાગ્યો ન હતો.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર tv ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર ૨૪ કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર ૭૨ અને ૭૩ ઉપર રાત્રે ૮:૦૦ થી ૮:૩૦ અને ૧૦:૩૦ થી ૧૧:૦૦ ચાલુ છે.