કોરોના અપડેટ : દેશમાં અઠવાડિયામાં પોઝિટિવ આંક : ૪,૩૦,૦૦૦ , કુલ મોત : ૫૦,૯૨૧
દેશ માં કોરોના કેસ વધી રહ્યા છે, પાછલા ૭ દિવસમાં મૃત્યુઆંકમાં પણ ઉછાળો આવ્યો છે . પાછલા અઠવાડિયા (ઓગસ્ટ ૧૦-૧૬)માં દેશમાં ૪.૩ લાખ કરતા વધારે કેસ નોંધાયા હતા , જેનો ગ્રોથ રેટ ૫.૯% રહ્યો, જે એના પહેલાના અઠવાડિય (ઓગસ્ટ ૩-૯)એ ૧૦.૯% રહ્યો હતો, જેમાં ૪.૧ લાખ જેટલા નવા કેસ નોંધાયા હતા. રાજ્ય સરકારો દ્રારા રજૂ કરાયેલા આંકડા પ્રમાણે આ પહેલા ૨૭ જુલાઈથી ૨ ઓગસ્ટ દરમિયાન નવા કેસનો રેટ ૧૬% નોંધાયો હતો.
ભારતમાં કેસની સંખ્યા ૨૬.૪૭ લાખ પહોચી ગઈ છે જયારે મૃત્યુ આકં ૫૦,૯૨૧ થઇ ગયો છે. જોકે, નવા કેસ અને મૃત્યુઆકં બન્નેના ગ્રોથ રેટમાં ઘટાડો નોંધાયો છે. તેથી જ પાછલા અઠવાડિયા દરમિયાન દેશમાં નવા કેસ અને મૃત્યુઆંકમાં નવો ઉછાળો નોંધાયો પરંતુ પાછલા અઠવાડિયાઓ દરમિયાન જે રીતે ઉછાળો નોંધાતો હતો તેની સરખામણીમાં ટકાવારી નીચી આવી રહી છે. જેમાં બે અઠવાડિયા વચ્ચે નોંધાતા નવા કેસમાં જે મોટો ફરક દેખાતો હતો જેમાં ઘટાડો થઈ રહ્યો છે. આ આંકડાઓ જોતા સ્થિતિ કાબૂમાં આવી રહી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.
આ અઠવાડિયે અગાઉ કરતા ૨૪,૦૦૦ વધુ નવા કેસ નોંધાયા ત્યારે પાછલા અઠવાડિયે આ વધારો ૪૦,૦૦૦નો હતો. ત્યારે જુલાઈ ૨૭થી ઓગસ્ટ ૨ દરમિયાન આ વધારો ૫૧,૦૦૦ કરતા વધુ રહ્યો હતો.
આજ પ્રમાણે કોરોનાના કારણે થયેલા મૃત્યુમાં પણ આવું જોવા મળ્યું હતું, આ અઠવાડિયે ૬,૫૫૫ દર્દીઓના મોત થયા, આ ટકાવારી પાછલા અઠવાડિયે નોંધાયેલા ૬,૨૭૯ કરતા ૪.૪% વધુ છે. તે પહેલાના અઠવાડિયે (ઓગસ્ટ ૩-૯) ૧૭.૫%નો ઉછાળો નોંધાયો હતો, ત્યારે ૫,૩૪૫ દર્દીઓના મોત થયા હતા અને ગ્રોથ રેટ ૧૬% નોંધાયો હતો.