WHOની સલાહ: જરૂરના હોય તો હમણાં દાંતના ડોકટર પાસે જવું નહીં.

પ્રાપ્ત માહિતી મુજબ કોવિડ 19નું જયાં સામુદાયીક સંક્રમણ થયું હશે તેવા વિસ્તારોમાં રૂટીન બિનજરૂરી દાંતના દાવાખાને નહીં જવા માટે w.h.o દ્વારા ભલામણ કરાઇ છે.ઓગષ્ટની શરુઆતમાં જારી ગાઈડલાઇન્સ મુજબ દાંત સાફ કરાવવા, સુંદરતા વધારવા અથવા પ્રતિસેવક સંભાળ જયાં સુધી કોમ્યુનીટી ટ્રાન્સમીશન કલસ્ટર કેસો સુધી ન ઘટે ત્યાં સુધી દાંતના ડોકટર પાસે જવું જોઈએ નહીં. w.h.o જણાવ્યું હતું કે, દંતરીએ રિમોટ ક્નસલ્ટેશન અથવા સોશ્યલ મીડીયા દ્વારા દાંતની સારી સાફસફાઈ, સ્વચ્છતા રાખવા સલાહ આપવી જોઈએ. w.h.oએ રૂટીન ડેન્ટલ વિઝીટ ટાળવા જણાવ્યું છે, પણ અર્જન્ટ અથવા તાકીદની સ્થિતિમાં હેલ્થકેરની ભલામણ કરી છે. મોઢામાં ઈન્ફેકશન થયું હોય, સોજો આવ્યો હોઈ, સીસ્ટમેટીક ઈન્ફેકશન, સતત લોહી વહેતુ હોય અને દુખાવો થતો હોય તો સારવાર લેવી જોઈએ. w.h.oના મત મુજબ ડેન્ટલ વર્કર્સને તેમના કામના પ્રકારના કારણે કોરોના વાયરસ વળગવાનું અથવા તે દર્દીઓને ચેપ લગાડે તેવું જોખમ હોવાનું જણાવ્યું હતું.

-ખાસ સૂત્રોના મધ્યમથી