ભારતમાં કોરોના રસી અંગે મહત્વની જાહેરાત કરાઇ ‘3જા ત્તબક્કાની ટ્રાયલ થશે શરૂ’
કોવિડ19ના સંક્ર્મણને નાથવા માટે ભારતમાં તૈયાર કરાઈ રહેલી રસી મામલે ભારતીય નીતિઆયોગ દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે.સમાચાર સંસ્થા A.N.I અનુસાર નીતિઆયોગ દ્વારા કહ્યું કે , “વૅક્સિનનો મુદ્દો મહત્ત્વનો છે, દેશના વડાપ્રધાને સ્વતંત્રતા દિવસના સંબોધનમાં પણ આ અંગે વાત કરી હતી અને કહ્યું હતું કે ત્રણ વૅક્સિન ભારતમાં વિકસિત થઈ રહી છે”. આ ત્રણ વૅક્સિન પૈકીની એક વૅક્સિન આજકાલમાં ત્રીજા તબક્કામાં પહોંચશે અને અન્ય બે વૅક્સિન પહેલા તથા બીજા તબક્કામાં છે.તેમણે રસી વિકસિત કરવાની કામગીરી વિશે વાત કરતાં કહ્યું, “વૅક્સિન વિકસિત કરવાની પ્રક્રિયાને અમે રિવ્યૂ કરી રહ્યા છીએ અને અત્યાર સુધી કામ યોગ્ય દિશામાં થઈ રહ્યું છે.વૅક્સિન મેળવવાની નજીક પહોંચી જઈએ પછી એને લોકો સુધી કઈ રીતે પહોંચાડવી એ માટેનો કાર્યક્રમ અમે તૈયાર કરીશું.
-ખાસ સૂત્રોના મધ્યમથી