ગુજરાતમાં હાલ છેલ્લા થોડા દિવસથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. ત્યારે બંગાળની ખાડીમાં સિસ્ટમ લો પ્રેશરમાં પરિવર્તીત થતાં ગુજરાત તરફ આગળ વધતાં 21મી થી 24 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે સૌરાષ્ટ્ર-કચ્છ સહિત દીવ-દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી આપવામાં આવી છે.બંગાળની ખાડીની સિસ્ટમ લો પ્રેશરમાં પરિવર્તીતસિસ્ટમનો ટ્રેક ગુજરાત તરફ આગળ વધી રહ્યો છેરાજ્યમાં 21થી 24 ઓગસ્ટ સાર્વત્રિક વરસાદની આગાહીગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીની સિસ્ટમ લો પ્રેશરમાં પરિવર્તીત થવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલ આ સિસ્ટમનો ટ્રેક ગુજરાત તરફ આગળ વધી રહ્યો છે. રાજ્યમાં 21થી 24 ઓગસ્ટ સુધી સાર્વત્રિક વરસાદની આગાહી કરાઇ છે. જ્યારે મધ્ય-પૂર્વ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થઇ શકે છે. આમ બંગાળની ખાડીમાં સિસ્ટમ લો પ્રેશરમાં પરિવર્તીત થતાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે કચ્છમાં 2થી 6 ઇંચ સુધી વરસાદ પડે તેવી શક્યતા છે.