૨૦૦૬ અમદાવાદ કાલુપુર રેલ્વે સ્ટેશન બોમ્બ બ્લાસ્ટ કેસના આરોપીની ગુજરાત ATS એ કરી ધરપકડ
અમદાવાદ: પ્રાપ્ત વિગતો અનુસાર ફેબ્રુઆરી ૨૦૦૬ માં અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન પર થયેલા બ્લાસ્ટ કેસમાં સંડોવાયેલ આરોપીની ગુજરાત એ.ટી.એસ ની ટીમે પશ્ચિમ બંગાળથી ધરપકડ કરી છે. આરોપીએ આતંકવાદીઓને બાંગ્લાદેશ બોડરથી પાકિસ્તાન ભાગી જવામાં મદદ કરી હતી.
ગુજરાત એ.ટી.એસની ટીમને બાતમી મળી હતી કે ૨૦૦૬માં કાલુપુર રેલવે સ્ટેશન પર S.T.D., P.C.O પર થયેલા બ્લાસ્ટ કેસમાં નાસતો ફરતો આરોપી અબ્દુલ રજાક ગાજી પશ્ચિમ બંગાળમાં છુપાયેલો છે બાતમીના આધારે ATS ની ટીમ પશ્ચિમ બંગાળ જવા રવાના થઈ હતી અને ત્યાંથી આરોપીને ઝડપી લીધો હતો.
અમદાવાદ લાવી આરોપીની પૂછપરછ કરતા પાકિસ્તાનના ISI ના ઇશારે સીમી અને લશ્કર-એ-તૈયબા ના આતંકવાદીઓને ગોધરાકાંડનો બદલો લેવા ૧૯ ફેબ્રુઆરી ૨૦૦૬ ના કાલુપુર રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ બે અને ત્રણ વચ્ચે S.T.D., P.C.O.માં બોમ બ્લાસ્ટ કર્યો હતો. જમા લોકોને ગંભીર રીતે ઇજા થઇ હતી.
મહંમદ અસલમ ઉર્ફે અસલમ કાશ્મીરી એ ગુજરાત અને મહારાષ્ટ્રના યુવાનોને પાકિસ્તાન અને PoK માં તાલીમ માટે મોકલી આપ્યા હતા. જેમાં અબુ ઝુંડાલ અને ઝુલ્ફીકાર કાગજી એ કાલુપુરમાં બ્લાસ્ટ કર્યો હતો. બંને આરોપીઓને બાંગ્લાદેશ બોડર થી પાકિસ્તાન ભાગી જવામાં અબ્દુલ રઝાકે મદદ કરી હતી.
રિપોર્ટર:ગોહેલ સોહીલ કુમાર