તીનપત્તી નો જુગાર રમતાં ખેલીઓને કિં.રૂ.૩૨,૮૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી સાણંદ જી.આ.ઇ.ડી.સી પોલીસ

પોલીસ મહાનિરીક્ષક શ્રી કે.જી.ભાટી સાહેબ અમદાવાદ વિભાગ અમદાવાદ તથા જીલ્લા પોલીસ અધીક્ષક શ્રી વીરેન્દ્રસીંહ યાદવ સાહેબનાઓએ અમદાવાદ ગ્રામ્ય જીલ્લામા કયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તેમજ ગંભીર પ્રકારના ગુન્હાઓ બનતા અટકાવવા તેમજ દારુ-જુગારની પ્રવ્રુતી નેસ્ત નાબુદ કરવા આવી ગેરકયદેસર પ્રવ્રુતી કરતા ઇસમો ઉપર વોચ રાખવા તેમજ કોવીડ-૧૯ મહામરી અન્વયે પો.સ્ટે. કાર્યક્ષેત્ર વિસ્તારમા સતત પેટ્રોલીંગ રાખી કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે  સુચના આપેલ હોય જે અનુસંધાને શ્રી કે.ટી.કામરીયા સાહેબ નાયબ પોલીસ અધીક્ષક શ્રી સાણંદ વિભાગ તથા પો.ઇન્સ શ્રી ડી.જે. વાઘેલા સાહેબ સાણંદ જીઆઇડીસી પોસ્ટે નાઓના માર્ગદર્શન હેઠળ પો.સ્ટે વિસ્તારમાં ચાલતી અસમાજીક પ્રવૃતિ અનુસંધાને પો.સ્ટેના માણસો પોસ્ટે વિસ્તારમા પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન મળેલ ચોક્કસ આધારભુત મહીતી મળેલ કે ઉપરદળ ગામમા સ્ટ્રીટલાઇટના અજવાળે  કેટલાંક શખ્સો ભેગાં મળી તીનપત્તીનો હાર જીતનો જુગાર રમી રમાડે છે જે મળેલ માહીતી આધારે રેડ કરતા સદર હકીકતવાળી જગ્યા કેટલાક ખેલીઓ તીનપત્તીનો જુગાર રમતા હોય જેઓને કોર્ડન કરી પકડી પાડેલ જે દસ શખ્સો પાસેથી અંગ જડતીમાંથી મળી આવેલ રોકડ ૩૨,૮૦૦/- તથા  ગંજીપાના નંગ ૫૨ કિ.રૂ. ૦૦/- ના મુદામાલ સાથે પકડાઇ ગયેલ જે તમામ આરોપીઓ વિરુધ્ધમા કાયદેસર કાર્યવાહી કરી જુગારધારા કલમ-૧૨ મુજબનો ગુન્હો રજી. કરેલ છે.

પકડાયેલા આરોપીઓ:-

૧) રોહીતભાઇ જીવણભાઇ કો.પટેલ

૨) મહેશભાઇ રઘુભાઇ કો.પટેલ

૩) પ્રતાપભાઇ ધારશીભાઇ કો.પટેલ

૪) જગાભાઇ સાગરભાઇ કો.પટેલ

૫) ગૌતમભાઇ જયંતીભાઇ કો.પટેલ

૬) દલસુખભાઇ જેમલભાઇ કો.પટેલ

૭) જયંતીભાઇ વેલાભાઇ કો.પટેલ

૮) વનમાળીભાઇ આત્મારામભાઇ કો.પટેલ

૯) દિનેશભાઇ જીવણભાઇ કો.પટેલ ઉપરોકત તમામ રહે. ઉપરદળ તા.સાણંદ જી. અમદાવાદ

૧૦) ધરમશીભાઇ હરજીભાઇ કો.પટેલ રહે. રેથળ તા. સાણંદ જી. અમદાવાદ.

કામગીરીમા જોડાયેલ પોલીસ સ્ટાફ:-

પો.ઇન્સ ડી.જે.વાઘેલા તથા એ.એસ.આઇ. રાજદેવસિંહ મૈસુરસિંહ તથા અહેકો ભાવેશભાઇ લાભશંકર તથા અપોકો મહેશભાઇ પરસોત્તમભાઇ તથા અપોકો મુકેશભાઇ દેવશીભાઇ તથા અપોકો રણજીતભાઇ વલાભાઇ તથા અપોકો જયપાલસિંહ દેવેન્દ્રસિંહ તથા અપોકો વિષ્ણુભાઇ તરસંગભાઇ તથા આપોકો ઉમેદભાઇ મોતીભાઇ.

રિપોર્ટર:ગોહેલ સોહીલ કુમાર