હિન્દી ફિલ્મોના દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારના નાના ભાઈ અસલમ ખાનનું મુંબઈમાં નિધન
મુંબઈઃ હિન્દી ફિલ્મોના દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારના નાના ભાઈ અસલમ ખાનનું 88 વર્ષની વયે મુંબઈમાં નિધન થયું છે. એમને કોરોના વાઈરસનો ચેપ લાગ્યો હતો અને વેન્ટિલેટર પર હતા.
અસલમ ખાનને ગઈ 16 ઓગસ્ટે બાન્દ્રા (વેસ્ટ)ની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. વહેલી સવારે એમનું અવસાન થયું હતું.
દિલીપ કુમારના અન્ય નાના ભાઈ એહસાન ખાન પણ હોસ્પિટલમાં છે અને કોરોના વાઈરસની સારવાર હેઠળ છે.