વરસાદ વરસવાની સૌને મજા પડે છે પણ જ્યારે આ વરસાદ કહેર બનીને વરસે છે ત્યારે ઘણા લોકો મુશ્કેલીમાં મુકાય છે. આવી જ ઘટના ભુજની અદાણી સંચાલિત જી.કે.જનરલ હોસ્પિટલમાં ઘટી હોય તેવું લાગે છે. આજે વરસેલા ધોધમાર વરસાદથી હોસ્પિટલ માં પાણી ભરાઇ ગયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. પાણી ભરાવાના કારણે સામાન્ય લોકો તથા દર્દીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. પાણી ભરાઇ જવાથી અન્ય દર્દીઓને બીજા સ્થળ ઉપર કે બીજા રૂમમાં મોકલવામાં આવ્યા હતા . આ પાણી ભરાઇ જવાની સમસ્યાથી મોટી ઉંમરના તમામ વૃદ્ધોને બહાર નીકળવામાં કલાકોનો સમય લાગી ગયો હતો. આ માટે લોકો દ્વારા તંત્રને અપીલ કરાઈ છે કે આ વિષય ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવે. જી.કે. જેવી મોટી હોસ્પિટલમાં આટલી હદે પાણી ભરાતું જોઈ લોકો દંગ રહી ગયાં હતા.