ઘર વપરાશના પાણી કનેક્શનોને લઈ રૂપાણી સરકારનો ક્રાંતિકારી નિર્ણય: ‘નલ સે જલ’ મિશન અંતગર્ત ગેરકાયદે પાણી કનેક્શનો કાયદેસર
નલ સે જલ મિશનમાં અગ્રેસરતા માટે મુખ્યમંત્રીએ ક્રાંતિકારી નિર્ણય કર્યો છે. હવે ગેરકાયદે પાણી કનેક્શનો કાયદેસરના કરવામાં આવ્યા છે.રાજ્યની રૂપાણી સરકાર દ્વારા એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. નલ સે જલ મિશનમાં અગ્રેસરતા માટે મુખ્યમંત્રીએ ક્રાંતિકારી નિર્ણય કર્યો છે. હવે ગેરકાયદે પાણી કનેક્શનો કાયદેસરના કરવામાં આવ્યા છે.અડધા ઈંચ સુધીના પાણી કનેક્શનો કાયદેસર કરાશે.અડધા ઇંચ સુધીના ગૃહ વપરાશના ખાનગી, સ્વતંત્ર રહેણાંકના ભૂતિયા જોડાણો 31મી ડિસેમ્બર સુધીમાં માત્ર 500 રૂપિયાની નજીવી ફી લઇ નિયમીત રેગ્યુલરાઇઝ કરી આપવામાં આવશે મુખ્યમંત્રીના આ નિર્ણયથી રાજ્યના અનેક લોકોને ફાયદો થયો છે.
રાજ્યના નગરો-મહાનગરોમાં અડધા ઇંચ સુધીના ગૃહ વપરાશના ખાનગી સ્વતંત્ર રહેણાંકના ભુતિયા-ગેરકાયદે જોડાણો તા.૩૧ ડિસેમ્બર-ર૦ર૦ સુધીમાં માત્ર રૂ. પ૦૦ની નજીવી ફિ લઇને નિયમીત-રેગ્યુલરાઇઝડ કરી આપવા માટે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને સૂચવ્યું છે. એટલું જ નહિ, તેમણે એવો પણ અન્ય એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે કે નગરો-શહેરો-મહાનગરોમાં ખાનગી ઝૂંપડપટ્ટીઓને પાણીના જોડાણોની માંગણી થયેથી નિયમાનુસાર ધોરણે નળ જોડાણ-કનેકશન આપી દેવાશે.
રાજ્યના ૮ મહાનગરો તથા રિજિયોનલ મ્યુનિસિપલ કમિશનરો સાથે ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ યોજીને ‘નલ સે જલ’ મિશનની કામગીરી, રોડ-રસ્તા રિપેરીંગ, કોરોના સંક્રમણ નિયંત્રણ તેમજ નાગરિક સુવિધા-સુખાકારીના કામોની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.