માંડવી તાલુકાના ધુણઈ ગામે ગઈકાલે અગાઉના ઝઘડા સંબંધે મનદુ:ખ રાખીને પિતા-પુત્રે ફરિયાદીના દીકરા ઉપર હુમલો કરી મારી નાખવાની ધમકી આપી છે. ગઈકાલે બપોરે ધુણઈમાં ગામના ફરિયાદી ભરતભાઈ હરિરામ ભાનુશાલીના પુત્ર ઉપર ગામના જ આરોપી રમેશ કરમશી ચંદ્રા – ભાનુશાલી અને તેનો પુત્ર શિવમ ભાનુશાલીએ થોડા દિવસ પૂર્વે અગાઉના મુંબઇ તથા મહાજને અમારા ફળિયામાં ન આવવાના ઝઘડાનું મનદુ:ખ રાખી હુમલો કરી માથામાં ઈજા પહોંચાડી હતી અને ગાળાગાળી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું માંડવી પોલીસ મથકમાં ફરિયાદમાં લખવાયું છે.