દાંતની સારવાર માટે જશે તો કોરોના વોર્ડમાં દાખલ કરી દેશે તેવા ડરે યુવકે જીવન ટૂંકાવ્યું

શહેરમાં એક યુવાને કોરોના વાઇરસ ના ડરને લીધે જીવ ગુમાવ્યો છે. લિંબાયતના યુવાન ને દાઢમાં દુઃખાવો થયો હતો. પણ તેને ડર હતો કે તેને કોરોના વોર્ડ માં દાખલ કરી દેશે. જેથી સારવાર માટે ગયો ન હતો. બાદમાં દાઢના દુઃખાવાથી કંટળીને જાતે માથામાં ગ્લાસ મારી અને દીવાલ સાથે માથું અથડાવીને જીવન ટૂંકાવ્યું હતું. સુરતના ગોડાદરામાં આસપાસ વિસ્તારમાં આવેલી નિલકંઠ સોસાયટીમાં રહેતા મૂળ ઉતરપ્રદેશ નો વતની અને હાલમાં કાપડના લુમ્સ ખાતામાં કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો 28 વર્ષીય બેજનાથ મિતેષભાઇ પટેલે ગત રાતે ઘરમાં જાતે માથામાં ગ્લાસ માર્યા બાદ દીવાલ સાથે માથું અથડાવતા ઇજા થઇ હતી. જે બાદમાં તેને સારવાર માટે સ્મીમેર હૉસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તે મોતને ભેટ્યો હતો