છેલ્લા એક વરસથી આપઘાત કરવા દુષ્પ્રેરણ કર્યાના ગુન્હામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી આર.આર.સેલ ભાવનગર રેન્જ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડ
ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રીએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાં ગુન્હો કર્યા બાદ જુદા-જુદા રાજય તથા જીલ્લાઓમાં આરોપી ભાગતા ફરતા હોય જે નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે રેન્જના તમામ પોલીસ અધિકારીઓને સુચના આપેલ હોય જે સુચના અન્વયે આર.આર.સેલ, ભાવનગર રેન્જના તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી આર.એચ.બાર સાહેબના માર્ગદર્શન અને સુચનાથી સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા દરમ્યાન સ્ટાફના માણસોને મળેલ બાતમી આધારે બોટાદ પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં-૧૫૮/૨૦૧૯ ઇ.પી.કો. કલમ ૩૦૬, ૧૪૩, ૫૦૪, ૫૦૬(૨) વિ. મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી મનજીભાઇ રવજીભાઇ અવૈયા રહેવાસી-મોટા જીંજાવદર ગામ, તા.જી.બોટાદવાળાને તેના ગામ ખાતેથી ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરવા સારૂ મજકુર આરોપીને બોટાદ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.આ કામગીરીમાં આર.આર.સેલ ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી આર.એચ. બાર સાહેબની સુચનાથી સ્ટાફના હેડકોન્સ. અરવિંદભાઇ મકવાણા તથા જયેશભાઇ ધાધલ તથા પો.કોન્સ. જયપાલસિંહ ગોહીલ તથા નિતીનભાઇ ખટાણા વિગેરે જોડાયા હતા.
રીપોટબાય એજાદ શેખ રીપોર્ટર ભાવનગર