ભારત પર ફરી હુમલો કરવાની તૈયારીમાં પાકિસ્તાન: જૈશ આઈએસઆઈના વચ્ચે એક ખાનગી બેઠક મળી
રાવલપિંડીમાં આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ અને પાકિસ્તાની ગુચર એજન્સી આઈએસઆઈ વચ્ચે એક ખાનગી બેઠક મળી છે જેમાં ભારત પર આતંકી હુમલો કરવાને લઈને પ્લાનિંગ કરવામાં આવ્યું હોવાનો ધડાકો થયો છે. આ બેઠક અંગેની જાણકારી મળ્યા બાદથી ભારતીય ગુચર એજન્સીઓ સાવચેત થઈ ગઈ છે. ભારત સામે દર વખતે પછડાટ ખાધા બાદ પણ પાકિસ્તાન પોતાની આતંકી ગતિવિધિઓમાંથી બહાર આવી રહ્યું નથી. થોડા દિવસ પહેલાં જ રાવલપિંડીમાં આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ અપે આઈએસઆઈ વચ્ચે એક બેઠક મળી હતી જેમાં હુમલો કરવાનું કાવતરું ઘડાયું હતું.
સૂત્રોએ જણાવ્યું કે ૨૦ ઓગસ્ટે જૈશનો આતંકી અમીર મૌલાના અબ્દુલ રઉફ અસગર (મસૂદ અઝહરનો ભાઈ)એ રાવલપિંડીમાં આઈએસઆઈના બે ટોચના અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. ગુચર રિપોર્ટ અનુસાર બેઠકમાં અસગરનો ભાઈ મૌલાના અમ્માર પણ હાજર હતો. અમ્મારે બાલાકોટ હુમલા બાદ ભારતીય વિંગ કમાન્ડર અભિનંદનને છોડી મુકવાના પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાન ખાનના નિર્ણયની ટીકા કરતો ઓડિયો વાયરલ કર્યેા હતો. એટલું જ નહીં તેણે બાલકોટના તાલીમ-ઉલ-કુરાન મદરસા પર હુમલા બદલ ભારત સામે બદલો લેવાની ધમકી પણ આપી હતી.એક સિનિયર ઈન્ટેલીજન્સ અધિકારીના જણાવ્યા મુજબ રાવલપિંડીમાં અબ્દુલ રઉફ અને આઈએસઆઈ વચ્ચે બેઠકનો એજન્ડા ઈસ્લામાબાદના જૈશ મરકઝે કર્યેા હતો. દરમિયાન જૈશના ઓપરેશનલ કમાન્ડર મુિત અસગર ખાન કાશ્મીરી અને કારી જરારે ભારત પર હુમલો વધુ આક્રમક કરવાની યોજના અંગે ચર્ચા કરી હતી. આ બેઠક એટલા માટે મહત્ત્વપૂર્ણ છે કેમ કે પુલવામા હુમલાના એક બહિના પહેલાં પણ પાકિસ્તાનમાં આવી જ બેઠક મળી હતી.અસગર ખાન કાશ્મીરી ગોરીલા ફોર્સનો કમાન્ડર છે. આ પહેલાં આતંકી સંગઠન હરકત ઉલ મુજાહિદ્દીનના મજલિસ-એ-શૂરાનો સભ્ય પણ હતો. બાદમાં તેણે પોતાના આતંકી સાથીઓ સાથે જૈશ-એ-મોહમ્મદને જોઈન્ટ કયુ હતું. યારે કારી જરાર પોકમાં આતંકીઓના લોન્ચીંગ પેડનો કમાન્ડર છે. તે ૨૦૧૬માં નગરોટા સૈન્ય છાવણી પર થયેલા આતંકી હુમલાનો માસ્ટરમાઈન્ડ પણ છે