લખપત તા.ના માણકલવાંઢ પાસે રસ્તાની બાજુમાં આયોજન વગર બનાવેલ ડેમ ઓવરફ્લો થતા નરાથી દયાપર રસ્તો બંધ થયો

લખપત તાલુકાના નરાથી દયાપર તરફ જતા રસ્તામાં માણકલવાંઢ પાસે રસ્તાની બાજુમાં આયોજન વગરનું બનાવેલ ડેમ ઓવરફ્લો થતા નરાથી દયાપર રસ્તો બંધ થયો. વહેલી સવારથી સાંજ સુધી વાહનોની અવરજવર બંધ થતાં ખાસ કરીને ઈમરજન્સી સેવા જેમ કે દવા લેવા જવું પડે ત્યારે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. નરાના માજી સરપંચ જુગરાજશીગ સરદારે જેસીબી મશીન લગાવીને તાબડતોબ ઓગનને નીચે ઉતારતા મોડી સાંજે માંડ પાણી ઓસર્યા ત્યારબાદ વાહનોની અવરજવર ચાલુ થઈ .આ ડે‌મ બન્યો છે ત્યાર‌થી દર વર્ષે ચોમાસામાં વરસાદ પડતાં જ આ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. હવે આ ડેમનું ઓગન આયોજન પૂર્વક નીચે ઉતારવામાં આવે અથવા રસ્તા પર ભરાઇ કરી ઊંચુ કરવામાં આવે તેવી આસપાસના લોકોની માંગણી છે. સવારના ભાગમાં બંને બાજુ વાહનોની લાંબી કતાર લાગી હતી. અને કોઈ અજાણ્યા લોકો આવી ગહેરાઈમાં વાહનો ન નાખે અને કોઈ અકસ્માત ન સર્જાય એના માટે નરા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસ જવાનો આખો દીવસ ચાલુ વરસાદમાં ભીંજાઈને ખડે પગે ફરજ બજાવી હતી.
રિપોર્ટ બાય – શંકરભાઈ મહેશ્વરી નરા