ગુજરાતભરમાં સવારથી ઓનલાઈન સવઁર ઠપ્પ થતા સસ્તા અનાજની દુકાનો પર અનાજનુ વિતરણ અટક્યું

એક બાજુ, રાજ્યમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે ગરીબ કાર્ડ ધારકોએ રેશનકાર્ડની દુકાન ઉપર અનાજ મેળવવા માટે કલાકો સુધી રાહ જોવાની ફરજ પડી હતી. જોકે, વારંવાર ખોટકાતા સરવરના કારણે કાર્ડ ધારકોએ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.ગુજરાતભરમાં સસ્તા અનાજની દુકાનો પર અનાજનું વિતરણ અટકી પડયું કારણ કે.ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા વિભાગનું ઓનલાઈન સવઁર સવારથી જ ઠપ્પ થયું છે જેના કારણે રાજ્યભરમા અનાજ વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. કાર્ડ ધારકોને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. પ્રધાનમંત્રીની યોજના મુજબ રાજ્યના બીપીએલ અંત્યોદય તેમજ એનએફએસ રેશનકાડઁ ધારકોને વિનામુલ્યે અનાજના વિતરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે આજે સવાર થી ઓનલાઈન સવઁર ઠપ્પ થતા સસ્તા અનાજની દુકાનો પર અનાજનુ વિતરણ અટક્યું છે.