કોરોના મહામારીને લીધે પેદા થયેલી ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે ફિટનેસ, આરસી, પરમિટ, ડ્રાઇવિંગ લાયસન્સ જેવા મહત્વના દસ્તાવેજોને રિન્યુ કરવાની છૂટ ૩૧ ડિસેમ્બર ૨૦૨૦ સુધી લંબાવી દીધી છે. એવામાં જેમનુ ડ્રાઇવિંગ લાયસન્સ, પરમિટ જેવા ડોકયુમેન્ટ એકસ્પાયર્ડ થયા છે, તેઓને દસ્તાવેજો રિન્યુ કરાવવા માટે ૩૧ ડિસે, ૨૦૨૦ સુધીની સમય મળી ગયો છે. આ પહેલા આ સમય મર્યાદા સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી હતી.