ઉત્તર પ્રદેશમાં સહારા ટીવીTV ચેનલના પત્રકારની ગોળી મારી કરાઈ હત્યા

ફેફના પોલીસ સ્ટેશન વિસ્તારના ફેફનામાં સહારા ટીવીના પત્રકાર રતન સિંહની ગામના સરપંચના ઘરમાં જ ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું છે કે હાલ તેઓ તપાસ કરી રહી છેપરિવારના લોકોએ આક્ષેપ કર્યો છે કે, ગામના સરચંપ અને કેટલાક લોકોની સાથે તેમના ઝઘડા ચાલી રહ્યા હતા. જો કે હાલમાં જ તેમની વચ્ચે સમાધાન થઈ ગયું હતું ત્યારબાદ આજે સરચંપના પ્રતિનિધિનો ભાઈ સોનું તેમને બોલાવીને તેની સાથે લઈ ગયો હતો અને તેના ઘરમાં જ તેમની હત્યા કરી નાંખી હતી.લખનઉના મુખ્ય સચિવ ગૃહ અવનીશ અવસ્થીએ જણાવ્યું છે કે, હત્યા મામલે ત્રણ લોકો અરવિંદ સિંહ, દિનેશ સિંહ અને સુનીલ કુમારની ધરપકડ કરવામાં આવી છે. અગાઉ બલિયા પોલીસે જણાવ્યું હતું કે, પ્રાપ્ત જાણકારી મુજબ પત્રકાર રતન સિંહનો તેમના પાડોશી સાથે જમીનને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. આજે સાજે બંને પક્ષો વચ્ચે ફરીથી ઝઘડો થયો હતો જેમાં પાડોશીએ તેમને ગોળી મારી દીધી હતી. તેમણે જણાવ્યું હતું કે, પોલીસ હાલ તપાસ કરી રહી છે. તેમની હત્યા પત્રકાર યુનિયને આક્રોશ વ્યક્ત કર્યો છે.