માધાપરમાં કેબલના ધંધાર્થીએ પરિણિતા સાથે સવા વર્ષ સુધી દુષ્કર્મ કરાયું
માધાપરમાં રહેતી અને આશાવર્કર તરીકે કામ કરતી ૩૩ વર્ષિય પરિણીતા પર દુષ્કર્મ આચરી નગ્ન ફોટોગ્રાફ પાડી સવા વર્ષથી તેનું જાતીય શોષણ કરી રહેલા કેબલ ડીશના ધંધાર્થી સામે પરિણિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. નરાધમ આરોપીએ પોતાને ભુજ–માધાપરની વિવિધ હોટેલમાં લઈ અવારનવાર દુષ્કર્મ આચયુ હોવાનો અને તેના ત્રાસથી આપઘાત કરવાનો પ્રયાસ પણ કરી ચૂકી હોવાનું ભોગ બનનારે ફરિયાદમાં લખાવ્યું છે.
માધાપર નજીક આવેલી એક સોસાયટીમાં પોતાના પરિવાર સાથે રહેતી ૩૩ વર્ષીય પરિણિતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેઓ યારે ભાડાના મકાનમાં રહેતા હતા ત્યારે અહીં કેડીએન નામની કેબલ ડીશનું કામ કરતાં ઘનશ્યામ કરસનભાઈ પરમાર (દરજી) નામના શખ્સના પરિચયમાં આવી હતી. ઘનશ્યામે તેના ઘરમાં કેબલ કનેકશન આપ્યું હતુ અને કેબલમાં નાની–મોટી તકલીફ ટાણે તેના ઘેર જતો હતો. ઘનશ્યામે ભોગ બનનારના પતિ જોડે પણ પરિચય કેળવી લીધો હતો. ગયા વર્ષે મે –૨૦૧૯માં પરિણીતા સનરાઈઝ સીટીના મકાનમાં એકલી હતી ત્યારે આરોપીએ ઘરમાં ઘૂસી આવી બળજબરીપૂર્વક તેના વક્રો ઉતારી લઈને સૃષ્ટ્રિ વિધ્ધનું કૃત્ય આચયુ હતું. ઘનશ્યામે તેની નિ:વક્ર તસવીરો પાડી લઈ વાયરલ કરવાની ધમકી આપી હતી. આ ઘટના પછી તો ઘનશ્યામ અવારનવાર તેને પોતાની ગાડીમાં બેસાડીને વિવિધ હોટલોમાં લઇ જઇ મરજી વિધ્ધ દુષ્કર્મ આચરતો રહૃાો. આ નરાધમના ત્રાસથી પિડિતાએ આપઘાત કરવાનો પ્રયાસ પણ કર્યેા હતો. આખરે આ બાબતે તેણે પોતાના પરિવારને જાણ કરતાં સવા વર્ષ સુધી બ્લેક મેઇલ કરી ધાક ધમકી કરી દુષ્કર્મ આચરનાર વિરૂધ્ધ તેમણે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે