બોટાદ જિલ્લા પોલીસ તમામ નાગરિકોને ગુજરાત સરકારશ્રીની પારદર્શક અને ઝડપી સીટીજન પોર્ટલ સેવાનો લાભ લેવાં અપીલ કરે છે.
શું આપ સીટીજન પોર્ટલ વિશે જાણો છો ?
સીટીજન પોર્ટલ ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા નાગરીકોની સેવા માટે શરૂ કરેલ ઓનલાઈન પોલીસ મદદ / સેવા મેળવવાં માટેનું પોર્ટલ છે.
જેનાં ઉપયોગથી આપને ઘરે બેઠાં પોલીસની વિવિધ સેવાનો લાભ મળે છે, આપને પોલીસ સ્ટેશન જવાની પણ જરૂર નથી.
જો આપ બોટાદ જીલ્લા પોલીસની ઓનલાઈન મદદ મેળવવાં ઇચ્છતા હોય તો એકદમ સરળ છે. પોલીસને લગતી હોય તે અરજી કરવી હોય તો પણ ઓનલાઇન અરજી કરી શકો.
બોટાદ જીલ્લા પોલીસ પાસેથી સીટીજન પોર્ટલમાં આપ ઘરેથી જ ઓનલાઇન આપના મોબાઇલ મારફતે નીચે મુજબની સેવાનો લાભ લઈ શકો છો.
(૧) એફ.આઇ.આરની નકલ મેળવી શકાય છે.
(૨) ઇ-અરજી
(૩) ગુમ થયેલ/ચોરાયેલ સંપત્તિની જાણ
(૪) ગુમ થયેલ વ્યકિતની જાણ
(૫) સ્થાનિક મદદની નોંધણી
(૬) ડ્રાઇવર નોંધણી
(૭) સિનીયર સીટીઝનની નોંધણી
(૮) ભાડુઆતની નોંધણી
(૯) એન.ઓ.સી. માટે અરજી કરો
(૧૦) પોલીસ વેરીફિકેશન
(૧૧) અરેસ્ટ/વોન્ટેડ વ્યકિત શોધો
(૧૨) ગુમ થયેલ વ્યકિત શોધો
(૧૩) ચોરાયેલ/ પાછી મળેલ મિલકત શોધો
(૧૪) અજાણી મૃત શરીરની માહીતી શોધો
ઉપરોકત તમામ માહિતી મેળવવા આપે નીચે આપેલ લીંક ખોલવાની રહેશે અને અને એક વાર રજીસ્ટ્રેશન કરાવી ઉપરોક્ત તમામ સેવાનો આસાનીથી લાભ લઈ શકો છો.
https://gujhome.gujarat.gov.in/portal/webHP?requestType=ApplicationRH&actionVal=homePage&screenId=114&UserLocaleID=gu
રિપોર્ટ. લાલજીભાઈ સોલંકી
બોટાદ. બરવાળા