GTU દ્વારા ઘણા વિદ્યાર્થીઓના રિઝલ્ટમાં ગરબડી હોવાના આક્ષેપ સાથે NSUI દ્વારા કરી ડીન સમક્ષ ઉગ્ર રજૂઆત
ગર્વમેન્ટ પોલીટેકનીકના વિદ્યાર્થીઓને મેરીટ બેડ્ઝ પ્રમોશનમા GTUએ ઘણા વિદ્યાર્થીઓના રીઝલ્ટમાં ગરબડ થવાથી NSUIએ કોલેજના ડીનને ઉગ્ર રજુઆત કરી હતી. જોકે ઉગ્ર રજૂઆત કરવાના ઉન્માદમાં વિદ્યાર્થી પાંખ કોરોનાના ભય વચ્ચે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું ભૂલી ગઈ હતી.NSUI પ્રમુખ રોહિતસિંહ રાજપુતે વિગતો આપતા જણાવ્યું હતું કે, કોરાના ની મહામારીને લીધે જે સરકાર દ્રારા ચોક્કચ સેમેસ્ટરના વિદ્યાર્થીઓને મેરીટ બેડઝ પ્રમોશન આપ્યુ છે તેમા રાજકોટની ગર્વમેન્ટ પોલીટેકનીક કોલેજના મોટા ભાગના વિદ્યાર્થીઓને અગાઉના સેમેસ્ટરમાં સારુ પરીણામ હોવા છતા આ ચાલુ સેમેસ્ટરમાં ફેઈલ કરવામા આવ્યા છે.વિદ્યાર્થીઓએ આખું વર્ષ મહેનત કર્યા છતા ઘણા ખરા વિદ્યાર્થીઓને અગાઉના સેમેસ્ટરમાં એક પણ એટીકેટી નથી તો પણ આ પરીણામોમાં ફેઈલ કરતા વિદ્યાર્થીઓ મુંઝવણમાં મુકાયા છે. નવાઈની વાત તો એ છે કે મોટા ભાગના વિદ્યાર્થીઓને ઈન્ટરનલ પરીક્ષાઓમા ફેઈલ કરવામા આવ્યા છે. જે ખરેખર અન્યાય છે.
ત્યારે આ મુદ્દે વિદ્યાર્થીઓની સાથે NSUIએ કોલેજના ઈન્ચાર્જ ડીન વડાલીયા સાહેબને રજુઆત કરી હતી. અને આ બાબતે ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીના સતાધિશો સાથે ચર્ચા વિમર્શ કરી તાત્કાલિક આ મુદ્દે નિરાકરણ લાવવાની માંગ કરી છે. સાથે જ જો આમ નહીં થાય તો વિદ્યાર્થીઓને સાથે રાખી ગાંધી ચીંધ્યા માર્ગે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.