જામનગરની જી.જી. હૉસ્પિટલમાં ICU વિભાગમાં આગ લાગતાં દોડધામ
જામનગરમાં આવેલી ગુરુ ગોવિંદસિંહ હૉસ્પિટલના આઈ.સી.યુ. વિભાગમાં આગ લાગતાં દોડધામ મચી છે. ઘટનાની જાણ થતાં ફાયર-બ્રિગેડનાં વાહનો તુરંત જ ઘટનાસ્થળે પહોચી આગ બુજવવાની કામગીરી કરી હતી. ઘટનાને પગલે કોઈ જાનહાનિ સર્જાઈ ન હોવાની માહિતી મળેલ છે. પ્રાપ્ત વિગતો અનુસાર તમામ દરદીઓને આઈસીયુમાંથી બહાર કાઢી લેવામાં આવ્યા છે.ઘટનાને પગલે હૉસ્પિટલની મુલાકાતે જામનગર મ્યુનિસિપલ કમિશનર અને કલેક્ટર પહોંચ્યા છે.આઈ.સી.યુમાં નવ જેટલા દર્દી હતા. જોકે, તમામને સલામત રીતે બહાર કાઢી લેવાયા છે. હૃદયરોગના દર્દીઓને આઈ.સી.યુ.માં રાખવામાં આવ્યા હતા.જામનગરના કલેક્ટરે આગ પાછળનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાનું જણાવ્યું હતું.તેમણે કહ્યું કે હૉસ્ટિપલના જે આઈ.સી.યુ. વૉર્ટમાં આ આગ લાગી તે વિભાગ બિન-કોવિડ વિભાગ હતો.આગ લાગતાં વિભાગમાંથી દર્દીઓ અને મોંઘા સાધનો સુધ્ધાં બહાર કાઢી લેવામાં આવ્યા હોવાનું જિલ્લા કલેકટરે જણાવ્યું હતું.પ્રાથમિક જાણકારી અનુસાર શૉર્ટ સર્કિટને લીધે આ આગ લાગી હોવાની માહિતી પ્રાપ્ત થયેલ છે.