અમદાવાદની આ યૂનિવર્સિટીએ વિદ્યાર્થીઓને ખુલ્લેઆમ આપી ધમકી ફી ભરો નહી તો…

કોરોના કાળમાં પણ ખાનગી યુનિવર્સીટીઓએ પોતાની મનમાની ચાલુ રાખી છે. અમદાવાદની ખાનગી જીએલએસ યુનિવર્સિટી દ્વારા ફી ન ભરનાર વિદ્યાર્થીઓને પરિક્ષામાં ન બેસવા દેવાનો નિર્ણય કરવામા આવતા વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો.
કોરોના કાળમાં ધંધા રોજગારને માઠી અસર પડી છે પરંતુ શૈક્ષણીક સંસ્થાઓ ચલાવતા સંચાલકોને રત્તીભાર પણ શરમ નથી કે તેઓ વિદ્યાર્થીઓને ફીમાં રાહત આપે. જીએલએસ યુનિવર્સિટીએ તો ફી ન ભરનાર વિદ્યાર્થીઓને મેસેજ કરીને પરિક્ષામાં ન બેસવા દેવાની ધમકી પણ આપી દીધી છે. આ મેસેજથી વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. 26 ઓગસ્ટથી મિડસેમ પરિક્ષા શરૂ થઇ રહી છે ત્યારે જીએલએસ યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓના આઇડી બ્લોક કરી દીઘા છે. જીએલએસમાં અભ્યાસ કરતા અંકિતના પિતા પાણીપુરીની લારી ચલાવે છે. જેણે છેલ્લા 3 મહીનાથી ઘરનુ ભાડુ ભર્યુ નથી ત્યારે કોલેજની ફી કેવી રીતે ભરે તે પ્રશ્ન છે.
વિદ્યાર્થીઓની રજુઆત સંચાલકોએ ધ્યાને લીધી નહતી. વિદ્યાર્થીઓ જ્યારે આ મામલે પ્રો-વોસ્ટ, ભાલચંદ્ર જોષીને મળવા પહોંચ્યા ત્યારે તેઓએ જણાવ્યુ હતુ કે, વિદ્યાર્થીઓએ ફી તો ભરવી જ પડશે. તો જ પરિક્ષામાં બેસવા દેવામા આવશે.
હાલમા સરકારી આદેશને પગલે યુનિવર્સિટીઓ બંધ છે ત્યારે લાયબ્રેરી, લેબોરેટરી સહીતની ફેસિલીટી વિદ્યાર્થીઓ માટે બંધ છે તેમ છતા યુનિવર્સિટી વિદ્યાર્થીઓ પાસેથી તેની ફીની વસુલાત કરી રહી છે. ત્યારે વિદ્યાર્થીઓની માંગ છે કે તેમા પણ ફી માફી આપવામા આવે. પરંતુ આ મામલે ન તો સરકાર કે યુનિવર્સિટી કોઇ ફોડ પાડી રહી છે.

રિપોર્ટર:ગોહેલ સોહીલ કુમાર