JEE-NEET પરીક્ષા માટે ખાસ ગાઈડલાઇન જાહેર

નવી દિલ્હી: હવે જ્યારે સુપ્રીમ કોર્ટે JEE-નીટ પરીક્ષાને લીલી ઝંડી આપી દીધી છે ત્યારે હવે 1લી સપ્ટેમ્બરથી દેશભરમાં જેઈઈ મેઈન અને 13મીએ નીટ લેવાનાર છે જેથી કેન્દ્ર સરકારની સૂચના મુજબ JEE-NEET પરીક્ષા માટે ખાસ ગાઈડલાઈન જાહેર કરાઈ છે. જે મુજબ પરીક્ષામાં કોઈ ડમી વિદ્યાર્થી ન ઘુસી જાય તે માટે દરેક સેન્ટર પર તમામ વિદ્યાર્થીનું માસ્ક કઢાવી ચેકિંગ કરાશે અને ચેકિંગ બાદ સેન્ટર પરથી જ નવુ માસ્ક અપાશે. જે વિદ્યાર્થી ઈચ્છે તો પહેરી શકે અથવા ઘરેથી લાવેલ માસ્ક પહેરી શકે. ઉપરાંત વિદ્યાર્થીએ કોરોનાના લક્ષણો ન હોવાનુ સેલ્ફ ડેકલરેશન પણ આપવુ પડશે.

જેઈઈ-નીટ પરીક્ષાના તમામ સેન્ટર પર તમામ વસ્તુઓ સહિત સમગ્ર સેન્ટરને સેનિટાઈઝ કરાશે. સેન્ટરના સિક્યુરિટી ગાર્ડથી માંડી પરીક્ષાના તમામ સ્ટાફે માસ્ક ફરજીયાત પહેરવુ પડશે,ઉપરાંત દરેક સેન્ટર પર સ્ટાફ માટે ગલ્વઝની પણ વ્યવસ્થા કરાશે અને જે સ્ટાફે પહેરવા પડશે. વિદ્યાર્થી માટે માસ્કની પણ દરેક સેન્ટર પર વ્યવસ્થા કરાશે.જેઈઈ મેઈન પરીક્ષામાં ડમી વિદ્યાર્થી સહિતની ગેરરીતિને રોકવા દરેક સેન્ટર સેન્ટર માસ્ક કઢાવી વિદ્યાર્થીનો ચહેરો આઈકાર્ડ-હોલ ટીકિટ સાથે ચેક કરાશે અને વિદ્યાર્થીને સેન્ટર પરથી નવુ થ્રી લેયર માસ્ક અપાશે. આ ઉપરાંત વિદ્યાર્થીએ હોલ ટીકિટ સાથે ફરજીયાત એક આઈડેન્ટી કાર્ડ લાવવાનું રહેશે અને સેન્ટર પર બેથીત્રણ કલાક વહેલુ પહોંચવુ પડશે. વિદ્યાર્થીએ માસ્ક સાથે પેન અને પાણીની બોટલ પારદર્શક લાવાવના રહેશે તેમજ 50 એમ.એલની હેન્ડ સેનેટાઈઝર બોટલ પણ રાખવી જરૂરી.

વિદ્યાર્થીને જેઈઈ પરીક્ષામાં રફ શીટ અપાશે અને પરીક્ષા પુરી થયા બાદ એડમિટ કાર્ડ સાથે રફ શીટ સ્ટાફ દ્વારા સુચવાયેલી જગ્યાએ ફરજીયાત ડ્રોપબોક્સમાં મુકવાના રહેશે જો તેમ વિદ્યાર્થી નહી કરે તો ડિસ્કવોલિફાઈ કરાશે. આ ઉપરાંત વિદ્યાર્થીની સાથે જો રાઈટર હોય તો બંનેએ ફરજીયાત પરીક્ષા દરમિયાન માસ્ક પહેરવા પડશે અને વિદ્યાર્થી પાણીની બોટલ અને પેન સહિતની નિશ્ચિત કરેલી વસ્તુ જ સાથે રાખવાની છુટ છે. વિદ્યાર્થીએ ફરજીયાત અલગથી એક પાસપોર્ટ ફોટો સાથે લાવવાનો રહશે અને વિદ્યાર્થીએ વેબસાઈટ પરથી હોલ ટીકિટ સાથે એનટીએ દ્વારા સૂચવાયેલી ગાઈડલાઈન અને સેલ્ફ ડિકલેરેશન પણ ડાઉનલોડ કરી લેવાના રહેશે.વિદ્યાર્થીએ પરીક્ષા કેન્દ્ર પર આવતી વખતે કોરોના લક્ષણો નથી અને તમામ નિયમો વાંચ્યા સહિતની બાયંધરી આપતુ સેલ્ફ ડિકલરેશન આપવાનું રહેશે.