માલપુર નજીક કાર પલટી મારીને દૂર ખેતરમાં ખાબકી, ચાલકનો આબાદ બચાવ

મોડાસા-માલપુર રોડ પર માલપુર નજીક આવેલી સુરભી હોટલ સામે બુધવારે સવારે સુરત તરફ જઈ રહેલી કારના ચાલકે ટ્રકની ઓવરટેક કરવાની લાહ્યમાં સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર રોડ પરથી પલટી ખાઈ ઉંધામાથે પછડાઈ ત્રણથી ચાર પલટી મારી રોડથી દૂર આવેલા ખેતરમાં ખાબકી હતી. લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને કારચાલકને કારની બહાર કાઢ્યો હતો કાર ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. સદનસીબે જાનહાની ટળી