શહેરના એસ.એફ.એકસ. 400 કવાર્ટર વિસ્તારમાં પોતાના ઘરે બાથરૂમમાં પડી જતાં વિજય કાંતિલાલ આથા (ઉ.વ.40)નું મોત થયું હતું. શહેરના એસ.એફ.એકસ. 400 કવાર્ટર ગુરુનગર મકાન નંબર 277માં રહેતા વિજય આથા નામના યુવાનનું મોત થયું હતું. પેલીસે આ અંગે વિગતો આપતાં જણાવ્યું હતું કે, આ યુવાન ગત તા. 22-8ના સાંજના ભાગે પોતાના ઘરના બાથરૂમમાં જતાં ત્યાં લપસી જતાં પડી ગયો હતા. તેને પ્રથમ શહેરની ખાનગી હોસ્પિટલમાં અને વધુ સારવાર અર્થે અમદાવાદ લઈ જવાયો હતો. જ્યાં સારવાર દરમ્યાન આ યુવાને છેલ્લા શ્વાસ લીધા હતા.