ઈશાન ખટ્ટર અને અનન્યા પાંડે અભિનીત ફિલ્મ ખાલી પીલી ૨ ઓકટોબરે રિલીઝ થશે
મળતી વિગતો મુજબ ઈશાન ખટ્ટર અને અનન્યા પાંડે અભિનીત ફિલ્મ ખાલી પીલીનું ટીઝર રિલિઝ થઈ ગયું છે. ટીઝરમાં રિલિઝ ડેટની જાહેરાત કરવામાં આવી નથી પરંતુ હવે નિર્માતાઓએ સ્પષ્ટ્રતા કરી દીધી છે કે કોરોના વાયરસને વધી રહેલા આંકડા સિનેઘરોને એટલી ઝડપથી ખુલવા દેશે નહીં એટલા માટે ફિલ્મને ઓનલાઈન જ રિલિઝ કરવામાં આવશે.તાજેતરમાં જ એક સિનેઘરના માલિકે કહ્યું હતું કે સ્થિતિ સામાન્ય થયા બાદ જ્યારે પણ થિયેટર ખુલશે ‘ખાલી પીલી’ એ ફિલ્મો પૈકીની એક હશે જે સિનેઘરોમાં રિલિઝ થશે કેમ કે આ ફિલ્મ બનીને સંપૂર્ણ રીતે તૈયાર છે પરંતુ હવે લાગે છે કે સિનેઘરો ખુલવામાં હજુ ઘણો સમય બાકી છે જેના કારણથી નિર્માતાએ તેને ઓટીટી પ્લેટફોર્મ પર રિલિઝ કરવાનો નિર્ણય લીધો છે. ફિલ્મના ટીઝર પરથી ખુલાસો થયો છે કે આ ફિલ્મનો ટેસ્ટ શું હશે. આ એક પૈસા વસૂલ અને સરેરાશ કમાણી કરનારી ફિલ્મ બની શકે છે. પ્રોડયુસરે ફિલ્મની રિલિઝ ડેટ પણ ફાઈનલ કરી નાખી છે. આ ફિલ્મ ૨ ઓકટોબર એટલે કે ગાંધી જયંતીએ રિલિઝ થશે. ઝી–સ્ટુડિયો તેને પોતાના ઓટીટી પ્લેટફોર્મ ઝી–૫ ઉપર સ્ટ્રીમ કરશે પરંતુ ફિલ્મમાં હજુ થોડું કામ બાકી છે. તેને પૂરી કરવામાં એક દિવસનો સમય લાગી જશે. ફિલ્મની આખી ટીમ બાકી રહેલા કામને પૂર્ણ કરવાનો પ્લાન બનાવી રહી છે જેને પૂર્ણ કરવામાં એકાદ–બે દિવસ લાગી જશે. અનન્યા અને ઈશાન ફિલ્મ માટે સપ્ટેમ્બરના પહેલાં સપ્તાહમાં શૂટિંગ કરશે. શૂટિંગ મુંબઈમાં જ થશે.