ભારત સરકાર પાસે પબ્લિસિટી કરવાના રૂપિયા છે પરંતુ રાજ્યો અને તેના હાથના ચૂકવવાના પૈસા નથી નોટ બંધી પછી લોકડાઉન ની જેમ આજે જીએસટી પણ નિષ્ફળ સાબિત થયું છે. એટલું જ નહીં જીએસટી નું કલેક્શન અને તેનો લક્ષ્યાંક પૂરો થતો નથી ત્યારે કેન્દ્ર સરકારે જીએસટી ઉપર પૂન: વિચાર કરવો જોઈએ અને તૂટી ગયેલા અર્થતંત્રને બેઠું કરવા માટે પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહની અધ્યક્ષતામાં એક્સપર્ટ લોકોની વિશેષ કમિટી બનાવે અને તેમની સાથે વિચાર-વિમર્શ કરીને દેશના કોમન મેન માટે ઉપયોગી થાય તેવા નવા વિચાર સાથે જીએસટી ની પોલિસી બનાવવી જોઈએ તેવી અપીલ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ કરી છે.સોશિયલ મીડિયાના માધ્યમથી શંકરસિંહ વાઘેલાએ ભારત સરકારને આડે હાથ લેતા આક્રોશ વ્યક્ત કર્યો હતો કે આજે ભારત સરકાર પાસે પડેલો હિસ્સો રાજ્યોને મળવો જોઈએ ભૂતકાળમાં રાત્રે 12:00 પાર્લામેન્ટ બોલાવીને જે રીતે જીએસટી ની જાહેરાતો કરી હતી તે ભાજપ માટે યુ ટર્ન હોવાનો આક્ષેપ કર્યો છે .અને જણાવ્યું હતું કે ભારત સરકાર દ્વારા જે રીતે જીએસટી નું અમલીકરણ કરવામાં આવે છે તેનાથી વ્યાપારીઓ ખૂબ જ દુ:ખી થઈ રહ્યા છે.એટલું જ નહીં ભારત સરકાર નાણાકીય પોલીસ થી અજાણ છે. અને આજે કોરોના ની વૈશ્વિક મહામારી ના કારણે અર્થતંત્ર થઈ ગયું હોવાનો દાવો કર્યો છે .આ તબક્કે તેમણે ભારત સરકારને અપીલ કરી હતી કે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહની અધ્યક્ષતામાં સરકાર એક્સપર્ટ કમિટી બનાવે જેમાં દેશના અર્થતંત્રના જાણકાર એક્સપર્ટ લોકોને સામેલ કરવામાં આવે અને સમગ્ર દેશ અને રાજ્યો અહીં વેપારીઓ સુખી થાય તેવું આયોજન કરવા અનુરોધ કર્યો હતો આ તબક્કે તેમણે એવો આક્ષેપ કર્યો હતો કે કોરોનાથી અર્થતંત્ર તૂટી ગયું છે ઉપરાંત ભારત સરકાર તરફથી વધુ ભાર નાગરિકોને ભેજો વો પડી રહ્યો છે. તો બીજી તરફ રિઝર્વ બેંક ખાતાં થઈ ગઈ છે અને જીએસટી નું કલેક્શન ઓછું છે. એટલું જ નહીં આ સરકારના ખર્ચા પણ વધી રહ્યા છે. ત્યારે ગુજરાત સહિત તમામ રાજ્યોની સુખાકારીનો વિચાર ભારત સરકાર કરે તેવી અપીલ કરી હતી. સોશિયલ મીડિયામાં આક્રોશ ઠાલવતા શંકરસિંહ વાઘેલાએ ભારત સરકાર પર એવો આક્ષેપ કર્યો હતો કે દેશની તિજોરીમાં રૂપિયો પડ્યો નથી પરંતુ સુખની ચાવી ભારત સરકાર પાસે છે. ત્યારે તમામ રાજ્યો પોતપોતાની રીતે પેટ્રોલ-ડીઝલના વેટનું કલેક્શન જે તે રાજ્ય ખુદ કરે તેવો અનુરોધ કર્યો હતો અને જણાવ્યું હતું કે રાજ્યના સામાન્ય નાગરિક માટે ભારત સરકાર નવા વિચાર સાથે જીએસટી ની રચના કરે તેવી અપીલ કરી છે.