નાના ખોખરા ગામ સરવણીયા સીમના ડુંગરમા ખુલ્લી જગ્યામા મોબાઇલની લાઇટના અજવાળે જુગાર રમતા ચાર ખેલીઓને કુલ કિ.રૂ.૩૧,૬૭૦/- ના મુદ્દામાલ સાથે પકડી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર

                  ભાવનગર રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર યાદવ સાહેબે તથા ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબ ની સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર/ગામ્ય વિસ્તારમાં દારૂ જુગારની બદી નેસ નાબુદ કરવા માટે સખત સુચના આપેલ.  જે સુચના આઘારે એલ.સી.બી. સ્ટાફના માણસો આજરોજ નાઇટ રાઉન્ડમાં પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન બાતમીરાહે હકિકત મળેલ કે નાના ખોખરા ગામ સરવણીયા વાળી સીમમા ડુંગરમા ખોડીયાર માતાની દેરી પાસે જાહેરમાં મોબાઇલની લાઇટના અજવાળે અમુક શખ્સો  ગંજી પતાના પાના તથા પૈસા વતી હાથ-કાપનો હાર જીત કરી જુગાર રમે છે જે હકિકત આઘારે બાતમીવાળી જગ્યા ઉપર પંચો સાથે રેઇડ કરતા કુલ-૦૪ ઇસમો જાહેરમાં ગંજી પતાના પાના તથા પૈસા વતી હાથ કાપનો જુગાર રમતા જોવામા આવતા તેઓને જેમના તેમ બેસાડી દેતા જેમાં

(૧) આશીષભાઇ ઉર્ફે આસલો રણજીતભાઇ મકવાણા/કોળી ઉવ.૨૯ રહે.ઘોઘારોડ જકાનનાકા રાજારામના અવેડા વાળા ખાંચામા ભાવનગર (૨) જુનેદભાઇ ઉર્ફે જુનો રહેમાનભાઇ જેઠવા/ઘાંચી ઉવ.૨૩ રહે.ઘોઘા જકાતનાકા ડ્રેગન શેરી ભાવનગર (૩) ભાવેશભાઇ દુલાભાઇ ચૌહાણ/કોળી ઉવ.૨૩ રહે.તરસમીયા રોડ મહાદેવ નગર સોસાયટી આરાધના સ્કુલની સામે ભાવનગર (૪) અમનભાઇ ઉર્ફે ભુરો હામીરભાઇ લોટીયા/વોરા ઉવ.૨૨ રહે.ભગાતળાવ લાલગર બાવાના મઢ પાસે ભાવનગર

           ઉપરોકત ચાર ઇસમો જાહેરમાં શખ્સો ગંજી પતાના પાના તથા પૈસા વતી હાથ-કાપનો હાર જીત કરી જુગાર રમી-રમાડતા ગંજીપતાનાં પાના-૫૨ કિ.રૂ.૦૦/૦૦-,તથા મોબાઇલ નંગ-૧ કિ.રૂ.૫૦૦/- તથા રોકડ રૂ.૩૧,૧૭૦/-  મળી કુલ કિ.રૂ.૩૧,૬૭૦/- નાં મુદ્દામાલસાથે પકડાય જતા તમામ સામે જુ.ધા.કલમઃ-૧૨ મુજબ વરતેજ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવવામાં આવેલ છે.

       આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પો.ઇન્સ. વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા ની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં હેડ કોન્સ સાગરભાઇ જોગદિયા તથા હેડ કોન્સ મહેન્દ્રભાઇ ચૌહાણ તથા હેડ કોન્સ ઘનશ્યામભાઇ ગોહીલ તથા હેડ કોન્સ. વનરાજભાઇ ખુમાણ તથા ભૈપાલસિંહ ચુડાસમા તથા પો.કોન્સ સંજયભાઇ ચુડાસમા એ રીતેનાં સ્ટાફનાં માણસો જોડાયા હતા.

રીપોર્ટર – એજાદ શેખ