કિડાણામાંથી બે ચોરાઉ બાઇક સાથે ૧ ઝડપાયો

મળતી માહિતી મુજબ ગાંધીધામ સંકુલમાં નોંધાઇ રહેલી બાઇક ચોરીઓ વચ્ચે બી–ડિવિઝન પોલીસે કિડાણામાંથી બાતમીના આધારે બે ચોરાઉ બાઇક સાથે એક શખ્સની અટક કરી ભેદ ઉકેલ્યો હતો. આ બાબતે પીઆઇ સુમિત દેસાઇએ આપેલી વિગતો મુજબ, પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે કિડાણા જામા મસ્જિદ પાસે રહેતા અકરમ કાસમ ચાવડાના રહેણાક મકાનમાં દરોડો પાડી રૂ.૧૫,૦૦૦ ની કિમંતની જીજે–૧૨–બીપી–૫૭૧૮ નંબરની તથા રૂ.૯,૦૦૦ ની કિમંતની જીજે–૧૨–એજે–૮૨૮૫ નંબરની બે ચોરાઉ બાઇક મળી આવતાં અકરમની અટક કરી વધુ તપાસ હાથ ધરી છે.