નખત્રાણાના એસ.ટી. વર્કશોપ પાસે તોતીંગ પાંખડા સાથેની ટ્રોલી સામેથી આવતા ટ્રક સાથે અથડાતાં અકસ્માત

bfb353bfa61d752cfe2865337b9245eb25960fccd555cb50006dbc21d1b22e00

નખત્રાણાના એસ.ટી. વર્કશોપ પાસેની ગોલાઈ પર પવન ચક્કીનું પાંખિયું લાદીને જતાં ટ્રેલઈરનો ટ્રક સાથે અકસ્માત સર્જાયો હતો. સદ્દનસીબે ઘટનામાં કોઈ જાનહાનિના સર્જાઈ ન હતી. પ્રાપ્ત વિગતો મુજબ નખત્રાણાના એસ.ટી. વર્કશોપ નજીક ગોલાઈ પાસે પવનચક્કીનું પાંખિયું લાદીને જતા ટ્રેઈલરે વળાંક લેતા તેનો પાછળનો ભાગ રોંગ સાઈડ તરફ રહી ગયો હતો અને સામેથી આવતી ટ્રક સાથે ટ્રેઈલરનો પાછળનો ભાગ ભટકાયો હતો. જેમાં ટ્રક ખાલી સાઈડથી રોડ નીચે ઉતરી ગઈ હતી. સદ્દનસીબે ઘટનામાં કોઈ જાનહાનાનિ થઈ ન હતી. પવનચક્કીના પાંખિયાનું પરિવહન કરતા ટ્રેલરો અવાર-નવાર આ રીતે અકસ્માત નોતરે છે. ત્યારે પોલીસ અને આર.ટી.ઓ. દ્વારા આવા તોતીંગ વાહનોનું નિયમાનુસાર પરિવહન કરાવવામાં આવે તે જરૂરી બન્યું છે.